જો શાહરૂખના પુત્ર સાથે ભાગી ગઇ કાજોલની પુત્રી, તો...? અભિનેત્રીએ આપ્યો દમદાર જવાબ

બોલિવૂડના બેસ્ટ કપલની વાત કરીએ તો શાહરૂખ અને કાજોલની જોડીને લોકો હંમેશાથી પસંદ કરે છે. પરંતુ જો તેમના બાળકો જે ઘણા મોટા થઇ ગયા છે, તે સાથે ભાગી જાય તો? આવો જ પ્રશ્ન જ્યારે કાજોલને પૂછવામાં આવ્યો તો જાણો અભિનેત્રીએ શું કહ્યું.

જો શાહરૂખના પુત્ર સાથે ભાગી ગઇ કાજોલની પુત્રી, તો...? અભિનેત્રીએ આપ્યો દમદાર જવાબ

નવી દિલ્હીઃ બોલિવૂડના બેસ્ટ કપલની વાત કરીએ તો શાહરૂખ અને કાજોલની જોડીને લોકો હંમેશાથી પસંદ કરે છે. પરંતુ જો તેમના બાળકો જે ઘણા મોટા થઇ ગયા છે, તે સાથે ભાગી જાય તો? આવો જ પ્રશ્ન જ્યારે કાજોલને પૂછવામાં આવ્યો તો જાણો અભિનેત્રીએ શું કહ્યું.

શાહરુખ કાજોલની લોકપ્રિય જોડી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઘણી જાણિતી જોડીઓ બનાવી છે. તે જોડીઓ ભલે રિયલ લાઈફમાં કપલ ન હોય પરંતુ રીલ લાઈફમાં સુપરહિટ છે. આ લિસ્ટમાં સૌથી ઉપર શાહરૂખ ખાન અને કાજોલનું નામ આવે છે, જેમને રોમાંસના રાજા કહેવામાં આવે છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

આર્યન અને ન્યાસા ભાગી જાય તો?
વાયરલ થઈ રહેલો વીડિયો કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણનો છે. જેમાં કાજોલ, શાહરૂખ અને રાની મુખર્જી જોવા મળે છે. કરણે કાજોલને પૂછ્યું કે જો આજથી 10 વર્ષ પછી આર્યન ખાન અને ન્યાસા દેવગન ભાગી જાય તો તારી પ્રતિક્રિયા શું હશે? જેના પર કાજોલ એવો જવાબ આપે છે કે શાહરૂખ કન્ફ્યૂઝ થઇ જાય છે. કાજોલ કહે છે, 'દિલવાલે દૂલ્હા લ્કે જાયેગેં. આના પર શાહરૂખ કહે છે કે મને જોક સમજાયો ન હતો. મને ડર લાગે છે કે જો કાજોલ મારી સંબંધી બની જશે તો... કલ્પના પણ કરી શકતો નથી. શાહરૂખની આ વાત સાંભળીને કાજોલ અને રાની મુખર્જી હસવા લાગે છે.

ન્યાસાના ફોટા થાય છે વાયરલ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને કાજોલની પુત્રી ન્યાસા બંને લોકપ્રિય સ્ટાર કિડ્સ છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આર્યન ખાનની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. એવામાં આર્યન પોતાની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતો રહે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તો બીજી તરફ ન્યાસા હજી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. પરંતુ જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે પાપારાઝી તેને પોતાના કેમેરામાં કેદ કરી લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news