Animal Film Controversy: 'મને જરા પણ સંકોચ ન થયો..' એનિમલ ફિલ્મમાં રેપ સીન પર બોબી દેઓલે પરખાવી દીધું

Animal Film Controversy: ફિલ્મના એક સીનમાં બોબી દેઓલ પોતાની વાઈફ સાથે ઇન્ટીમેટ થાય છે અને તે સમયે તે એગ્રેસીવ વર્તન કરે છે. આ સીનને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે આ સીન પર ચાલી વિવાદ વચ્ચે હવે બોબી દેઓને ખુલીને વાત કરી છે અને બિન્દાસ ટીકા કરનાર લોકોને જવાબ આપી દીધો છે.

Animal Film Controversy: 'મને જરા પણ સંકોચ ન થયો..' એનિમલ ફિલ્મમાં રેપ સીન પર બોબી દેઓલે પરખાવી દીધું

Animal Film Controversy: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂરના વખાણ તો થઈ જ રહ્યા છે પરંતુ સાથે જ બોબી દેઓલના પણ ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. બોબી દેઓલ આ ફિલ્મમાં ખૂબ ઓછા સમય માટે દેખાય છે અને તેનો એક પણ ડાયલોગ નથી તેમ છતાં તેને પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે. જોકે જે વસ્તુના ખૂબ વખાણ થતા હોય તેની ટીકા પણ થતી જ હોય તે રીતે એનિમલ ફિલ્મની પણ કેટલીક બાબતોને લઈને ખૂબ જ ટીકા થઈ રહી છે. ફિલ્મના કેટલાક સીનને લઈને લોકો આપત્તિ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક સીનને લોકો મહિલાઓ વિરોધી અને ટોક્સિક ગણાવી રહ્યા છે. આવા સીનમાંથી એક બોબી દેઓલનો સીન પણ છે.

ફિલ્મના એક સીનમાં બોબી દેઓલ પોતાની વાઈફ સાથે ઇન્ટીમેટ થાય છે અને તે સમયે તે એગ્રેસીવ વર્તન કરે છે. આ સીનને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. જોકે આ સીન પર ચાલી વિવાદ વચ્ચે હવે બોબી દેઓને ખુલીને વાત કરી છે અને બિન્દાસ ટીકા કરનાર લોકોને જવાબ આપી દીધો છે.

ફિલ્મની સફળતા પછી બોબી દેઓલ એ આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ સીન અંગે તેણે બિન્દાસ ચર્ચા કરી છે. બોબી દેઓલ એ જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મમાં તેના પાત્ર એટલે કે અબરાર વિશે સાંભળ્યું હતું ત્યારે જ તે સમજી ગયો હતો કે આ પાત્રમાં તેણે કંઈ જ બોલ્યા વિના પોતાની એક્શનથી જ બધું કરવાનું છે તેથી તેને ફિલ્મમાં પોતાનો એક અલગ જ અંદાજ દેખાડ્યો છે. 

બોબી દેઓલે મેરિટલ રેપ સીન માનસી તક્ષક નામની અભિનેત્રી સાથે કર્યો છે. આ ફિલ્મને લઈને બોબી દેઓલ એ કહ્યું કે જ્યારે તેઓ આ સીન કરી રહ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા કે સંકોચ થયો નહીં. સીન કરતી વખતે તેના મનમાં એક જ વિચાર હતો કે તે એક પાત્ર ભજવી રહ્યો છે જે ખૂબ જ ખરાબ વ્યક્તિનો છે અને તે પોતાની વાઈફ સાથે આવું જ ખરાબ વર્તન કરે છે અને તેણે ફિલ્મમાં એવું જ કર્યું છે. 

રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે અને સાથે જ નવા નવા વિવાદમાં પણ ફસાઈ રહી છે. ફિલ્મને લઈને લોકો એવું પણ કહી રહ્યા છે કે રણબીર કપૂરનું પાત્ર ખૂબ જ ટોક્સિક છે. તેણે ફિલ્મમાં કેટલાક ડાયલોગ્સ એવા પણ કહ્યા છે જે મહિલા વિરોધી છે. જોકે વિવાદોની વચ્ચે પણ બોક્સ ઓફિસ પર એનિમલ ધૂમ કમાણી કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news