ફૂટપાથ પર રહેતો અને ઝૂંપડીમાં જન્મેલો અલ્તાફ તડવી કેવી રીતે બન્યો MC Stan?

MC Stan: એમસી સ્ટેન આજે કરોડોની કમાણી કરે છે અને યુવાનો માટે પ્રેરણારુપ છે. બિગ બોસ 16ના ગ્રાન્ડ ફિનાલે બાદ ચારે તરફ માત્ર વિજેતા એમસી સ્ટેનની જ ચર્ચા છે. જ્યારે હોસ્ટ સલમાન ખાને વિનર તરીકે તેના નામની જાહેરાત કરી તો માત્ર ત્યાં હાજર રહેલા સેલેબ્સને જ નહીં પરંતુ શો જોઈ રહેલા લાખો દર્શકોને પણ નવાઈ લાગી હતી. 

ફૂટપાથ પર રહેતો અને ઝૂંપડીમાં જન્મેલો અલ્તાફ તડવી કેવી રીતે બન્યો MC Stan?

MC Stan: બિગ બોસ 16ના વિનર એમસી સ્ટેનનું અસલી નામ અલ્તાફ તડવી છે. તેનો જન્મ પુણેના સ્લમ વિસ્તારમાં થયો હતો. જો કે, બાળપણથી મળેલી ગરીબી તેને મોટા સપના જોતા અને તેને સાકાર કરતાં રોકી શકી નહીં. એમસી સ્ટેન આજે કરોડોની કમાણી કરે છે અને યુવાનો માટે પ્રેરણારુપ છે. બિગ બોસ 16ના ગ્રાન્ડ ફિનાલે બાદ ચારે તરફ માત્ર વિજેતા એમસી સ્ટેનની જ ચર્ચા છે. જ્યારે હોસ્ટ સલમાન ખાને વિનર તરીકે તેના નામની જાહેરાત કરી તો માત્ર ત્યાં હાજર રહેલા સેલેબ્સને જ નહીં પરંતુ શો જોઈ રહેલા લાખો દર્શકોને પણ નવાઈ લાગી હતી. તેને 'અનડિઝર્વિંગ' તરીકે જોવામાં આવી રહ્યો છે. ભલે તેમ કહેવામાં આવતું હોય કે, તે ટ્રોફી અને જીતને હકદાર નથી પરંતુ તે વાતને નકારી શકાય નહીં કે આ જીત તેની તગડી ફેન ફોલોઈંગના કારણે મળી છે. તે ફેન ફોલોઈંગ, જેને એમસી સ્ટેને આકરી મહેનત બાદ મેળવ્યા છે. પુણેના સ્લમ એરિયામાં જન્મ થયા બાદ દુનિયાભરમાં નામ કમાવવું અને રિયાલિટી શોનો વિનર બનવું સહેજ પણ સરળ નથી.

આ પણ વાંચો:

એમસી સ્ટેનની સંઘર્ષ કહાની

સ્ટેનના માતા-પિતા, સંબંધીઓ કે પાડોશીઓએ પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે ઝૂંપડીમાં રહેતો અને ફૂટપાથ પર રાત પસાર કરતો અલ્તાફ તડવી એક દિવસ એમસી સ્ટેન બનીને ન માત્ર રૅપની દુનિયામાં છવાઈ જશે, પરંતુ બિગ બોસનો ઈતિહાસ પણ બદલશે. 'બસ્તી કા હસ્તી', 'પી ટાઉન બેબી' અને 'હિંદી માતૃભાષા' જેવી વન લાઈનર સ્ટેનની પર્યાય બની ચૂકી છે. જો કે, અહીંયા સુધી પહોંચવા માટેની જર્ની તેના માટે ખૂબ મુશ્કેલી ભરી રહી છે.

નાનપણથી લખવા-ગાવાનો હતો શોખ

એમસી સ્ટેન પુણેના સ્લમ એરિયાનો રહેવાસી છે. સ્ટેનના પિતા પોલીસ વિભાગમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ પરિવારની સ્થિતિ એવી નહોતી કે બે ટંકનું ભોજન લઈ શકે. ક્યારેક એવું પણ બનતું હતું જ્યારે સ્ટેન પાસે પૈસા નહોતા હતા. તેવામાં તેણે ભૂખ્યા રહેવું પડતું હતું અને કેટલીકવાર તો ફૂટપાથ પર જ રાત પસાર કરવી પડતી હતી. આ દિવસોમાં પણ તે હિંમત હાર્યો નહીં. એમસી સ્ટેનના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ભણીને સફળ વ્યક્તિ બને. પરંતુ તેને બાળપણથી જ લખવા-ગાવાનો શોખ હતો. તે ભણવાનું છોડીને સોન્ગમાં જ વ્યસ્ત રહેતો હતો. આ માટે તેને ઘણીવાર ઠપકો પણ સાંભળવો પડતો હતો. માતા-પિતાને સ્ટેન લખે અને રૅપ કરે તે પસંદ નહોતું. પરંતુ તેણે નક્કી કરી લીધું હતું કે, તે રૅપની દુનિયમાં નામ કમાવશે અને દુનિયાભરમાં માતૃભાષા હિંદીનો પહોંચાડશે.

'વાટા' સોન્ગે એમસી સ્ટેનને બનાવ્યો સ્ટાર

12 વર્ષની ઉંમરમાં એમસી સ્ટેને કવ્વાલી પર પર્ફોર્મ કર્યું હતું, પરંતુ તેને ઓળખાણ ત્યારે મળી જ્યારે તે રૅપ કરવા લાગ્યો. રૅપ સાથે સ્ટેનની ઓળખાણ ભાઈએ કરાવી હતી. સ્ટેને અસ્તગફિરુલ્લાહ નામથી રૅપ સોન્ગ રિલીઝ કર્યું હતું, જે છવાઈ ગયું હતું. આ સોન્ગમાં સ્ટેને પોતાની સંઘર્ષ કહાણી સંભળાવી હતી, જે લોકોના દિલને સ્પર્શી ગઈ. ત્યારબાદ તે 'વાટા' નામનું સોન્ગ ગઈને આવ્યો, જેણે તેને સ્ટાર બનાવી દીધો.

આ પણ વાંચો:

એમસી સ્ટેનની કમાણી આજે કરોડોમાં

એમસી સ્ટેનને હિંદી ભાષા પ્રત્યે એટલો પ્રેમ છે કે, આ નામ પર પોતાનું લેબલ 'હિંદી રેકોર્ડ્સ' શરૂ કર્યું અને HINDI નામથી ડાયમંડનો સેટ પણ બનાવ્યો. બિગ બોસ 16ના પ્રીમિયરમાં સ્ટેને જણાવ્યું હતું કે, તેના જૂતા 80 હજારના છે અને તેના મમ્મીએ શો જોવા માટે 70 હજારનું ટીવી ખરીદ્યું છે. આ સાથે તેણે તેમ પણ કહ્યું હતું કે, તેની પાસે સાપ આકારની ચેઈન છે, જેની કિંમત કરોડોમાં છે. જો હિંદી નામના ડાયમંડ નેકલેસ આશરે 1.5 કરોડનો છે.

વિવાદમાં રહી ચૂક્યો છે

એમસી સ્ટેન રૅપ અને સોન્ગમાં અપશબ્દોનો ઉપયોગ કરતો હોવાથી તે વિવાદમાં પણ ફસાયો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'તે બિગ બોસ 16માં એટલા માટે જઈ રહ્યો છે કે લોકોનો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલે અને ગુસ્સા પર કંટ્રોલ કરી શકે. હું મારો ગુસ્સો સોન્ગ અને રૅપ દ્વારા બહાર કાઢું છું. જો એમ ન કરું તો હિંસક બની જાઉ છું'. સ્ટેનની રૅપર બનવાની જર્ની લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news