હેમા માલિની અને જાવેદ અખ્તરે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાને ગણાવી શરમજનક ઘટના, વ્યક્ત કર્યું દુખ

હેમા માલિનીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કોરોના યોદ્ધાઓ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
 

હેમા માલિની અને જાવેદ અખ્તરે સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાને ગણાવી શરમજનક ઘટના, વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હીઃ આ દિવસોમાં કોરોના વાયરસ (Coronavirus) સંકટ દરમિયાન દેશભરમાં ઉથલ-પાથલનો માહોલ છે. જ્યાં હેલ્થ વર્કરો વોરિયર બનીને બીમારી સામે લડી રહ્યાં છે તો એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જ્યાં આ વર્કરોનો વિરોધ થઈ રહ્યો છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. હાલમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી આવા સમાચાર સાંભળીને હેમા માલિની (Hema Malini) અને ગીતકાર જાવેદ અખ્તર  (Javed Akhtar)એ કડક શબ્દોમાં ટીકા કરી છે. 

મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિની અને ગીતકાર જાવેદ અખ્તરે ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ડોક્ટરો અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરનાર લોકોની શનિવારે ટીકા કરતા તેને શરમજનક ઘટના ગણાવી છે. 

— Hema Malini (@dreamgirlhema) April 18, 2020

મુરાદાબાદમાં 15 એપ્રિલે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓને લેવા પહોંચેલી એક મેડિકલ ટીમને ટોળાઓ રોકવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં એક ડોક્ટર અને ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 

માલિનીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કોરોના યોદ્ધાઓ પર હુમલો કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. 

— Javed Akhtar (@Javedakhtarjadu) April 18, 2020

તો જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું, મુરાદાબાદમાં જે કંઇ થયું તે શરમજનક ઘટના છે. હું તે શહેરના શિક્ષિત લોકોને નિવેદન કરુ છું કે કોઈ આવા અજ્ઞાની લોકોનો સંપર્ક કરી તેને જ્ઞાન આપે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news