Birthday Of Hema Malini: કોણ હતો પ્રથમ પ્રેમ! પુસ્તકોમાં રાખતી હતી તસવીર

ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિની (Hema Malini)ની જોડી બોલીવુડમાં સૌથી વધારે રોમાન્ટિક જોડીઓમાંથી એક છે. આજે પણ લોકો તેમના પ્રેમના ઉદાહરણો આપે છે. ત્યારે હાલના સમયમાં પણ આ જોડી ઉંમર આ તબક્કે કોઇને કોઇ રીતે ચર્ચામાં રહે છે

Birthday Of Hema Malini: કોણ હતો પ્રથમ પ્રેમ! પુસ્તકોમાં રાખતી હતી તસવીર

નવી દિલ્હી: ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિની (Hema Malini)ની જોડી બોલીવુડમાં સૌથી વધારે રોમાન્ટિક જોડીઓમાંથી એક છે. આજે પણ લોકો તેમના પ્રેમના ઉદાહરણો આપે છે. ત્યારે હાલના સમયમાં પણ આ જોડી ઉંમર આ તબક્કે કોઇને કોઇ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે હેમા માલિની (Hema Malini)નો પ્રથમ પ્રેમ ધર્મેન્દ્ર નહીં પરંતુ કોઈ અન્ય છે. આજે બોલીવુડની ‘ડ્રીમગર્લ’ (Dream Girl) હેમા માલિની (Hema Malini)નો 71મોં જન્મદિવસ છે. ત્યારે જાણીએ કે કોણ હતો હેમાનો પ્રથમ પ્રેમ...

આ તો આપણે બધા જાણીએ છે કે, હેમા માલિની (Hema Malini) એક એક્ટ્રેસ પહેલા એક જાણીતી ક્લાસિકલ ડાન્સર પણ છે. પરંતુ આ ડાન્સ શીખવાનું કારણ જણાવતા એક વખત હેમા માલિની (Hema Malini)એ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે તેમના પ્રથમ પ્રેમ માટે ડાન્સ શીખવામાં બાળપણથી સખત મહેનત કરી છે.

હેમા માલિની (Hema Malini)એ જણાવ્યું કે, તેમનો પ્રથમ પ્રેમ કોઇ એક્ટર નહીં પરંતુ ભગવાન કૃષ્ણ છે. જેમને ડાન્સ ખુબજ પસંદ છે અને તેમના જીવનના ઘણા પાસાઓને ક્લાસિકલ ડાન્સમાં બતાવવામાં આવ્યા છે. એટલા માટે તેઓ ખુબજ ધ્યાનપૂર્વક ડાન્સ શીખી શક્યા. તેમણે તે પણ જણાવ્યું હતું કે, કૃષ્ણના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમની તસવીરો પોતાની પુસ્તકમાં રાખતા હતા.

હેમા માલિની (Hema Malini)ના જણાવ્યા અનુસાર તેમણે બાળપણમાં ઘણા વર્ષ સુધી તે લાગતું હતું કે ભગવાન કૃષ્ણ એક દિવસ તેમના માટે જરૂર આવશે અને તેમની સાથે લગ્ન કરશે. પરંતુ મોટા થયા પછી અહેસાસ થયો કે કૃષ્ણથી પ્રેમ તો કરી શકાય છે. પરંતુ તેઓ તો ભગવાન છે અને ક્યારેય સામે આવતા નથી માત્ર મનમાં જ રહે છે. પરંતુ હેમા માલિની આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત છે.

હેમા માલિની (Hema Malini) અત્યારે પણ ફિલ્મોમાં સક્રિય છે. હેમા માલિની વર્તમાન સમયમાં મથુરા (ઉત્તર પ્રદેશ)થી ભારતીય જનતા પાર્ટીની લોકસભા સાંસદ છે. હેમા માલિની બોલીવુડની તે અભિનેત્રીઓમાં સામલે છે, જેમની સુંદરતા અને અભિનયનો એક અનોખો સંગમ જોવા મળે છે. લગભગ ચાર દાયકાના કરિયરમાં તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆથ રાજ કપૂરની સાથે ફિલ્મ ‘સપનો કા સૌદાગર’થી કરી હતી.

હેમા માલિની (Hema Malini)ની મુખ્ય ફિલ્મ સીતા અને ગીતા 1972, પ્રેમ નગર અમીર ગરીબ 1974, શોલે 1975, મહબૂબા ચરસ 1976, ડ્રામ ગર્લ- કિનારા 1977, ત્રિશૂલ 1978, મીરા, 1979, કુદરત- નસીબ- ક્રાંતિ 1980, અંધા કાનૂન- રઝિયા સુલતાન 1983, રિહાઈ 1988, જમાઇ રાજા 1990, બાગબાન 2003, વીરઝારા 2004 વગેરે છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news