અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપી સીધો જ પ્રેમિકા પાસે પહોંચ્યો, બાદમાં સાથે આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર સાયલા પોલીસ સ્ટેશનમાં મર્ડરના આરોપી (Murder Accused) ગઈ કાલે પોલીસને મ્હાત આપીને ભાગી છૂટ્યો હતો. જેનો ગઈકાલે સાંજે અમદાવાદ (Ahmedabad) ના વટવા રેલવે ક્રોસિંગ પાસે મૃતદેહ મળ્યો હતો. સાથે જ અન્ય એક યુવતીનો પણ મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા બંને પ્રેમી હોવાનું સામે આવ્યું હતું. ગઈ કાલે સાયલા પોલીસને મ્હાત આપીને પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છૂટ્યો હતો. 
અમદાવાદ : પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપી સીધો જ પ્રેમિકા પાસે પહોંચ્યો, બાદમાં સાથે આત્મહત્યા કરી

જાવેદ સૈયદ/અમદાવાદ :સુરેન્દ્રનગર સાયલા પોલીસ સ્ટેશનમાં મર્ડરના આરોપી (Murder Accused) ગઈ કાલે પોલીસને મ્હાત આપીને ભાગી છૂટ્યો હતો. જેનો ગઈકાલે સાંજે અમદાવાદ (Ahmedabad) ના વટવા રેલવે ક્રોસિંગ પાસે મૃતદેહ મળ્યો હતો. સાથે જ અન્ય એક યુવતીનો પણ મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા બંને પ્રેમી હોવાનું સામે આવ્યું હતું. ગઈ કાલે સાયલા પોલીસને મ્હાત આપીને પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છૂટ્યો હતો. 

ગીર : મુસાફરોને મીઠાઈ ખવડાવીને પહેલી જિપ્સી જંગલમાં રવાના કરાઈ, આજથી સિંહદર્શન શરૂ

પોલીસ દ્વારા તમામ જગ્યાએ તપાસ કરી હતી. પણ આરોપીની કોઈ જ ભાળ મળી ન હતી. પણ આજે વટવા રેલવે ક્રોસિંગ પાસે એક યુવક અને યુવતીનો રેલવે પાટા પર આત્મહત્યા કરેલ મૃતદેહ મળ્યો હતો. જેમાં વટવા જીઆઇડીસી અને રેલવે પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે સાયલા પોલીસ દ્વારા પણ જાપ્તામાંથી છૂટી નીકળેલ આરોપી અંગે પણ આસપાસના પોલોસ સ્ટેશન વિસ્તારમાં જાણ કરી હતી. જેને લઈને વટવા જીઆઇડીસી અને રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા યુવકનો મૃતદેહ આરોપીનો જ હોવાનો ખુલાસો થયો હતો. જ્યારે યુવતી પણ તેની પડોશમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. 

સૂત્રોના જણાવ્યા અનુસફ આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગીને સીધો જ યુવતીને મળ્યો હતો અને ત્યારબાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન મર્ડર કેસનો આરોપી છે. ત્યારે તેણે આત્મહત્યા કેમ કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેવું જે ડિવીઝનના એસીપી આર.બી. રાણાએ જણાવ્યું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news