Shatrughan Sinha નું આ હિરોઈન સાથે હતું લફરું! પત્નીએ બન્નેને રંગે હાથ પકડ્યા અને...

Shatrughan Sinha Birthday: શત્રુઘ્ને કહ્યું કે જ્યારે તે પહેલીવાર એક હિરોઈન સાથે પકડાયો ત્યારે તેની પત્ની પૂનમે તેને હળવી ચેતવણી આપીને છોડી દીધી હતી પરંતુ તે તેની હરકતોથી બાજ ન આવ્યો. 

Shatrughan Sinha નું આ હિરોઈન સાથે હતું લફરું! પત્નીએ બન્નેને રંગે હાથ પકડ્યા અને...

Shatrughan Sinha Lifestyle: આજે શત્રુઘ્ન સિન્હાનો જન્મદિવસ. શત્રુઘ્ન 80ના દાયકાના પ્રખ્યાત અભિનેતા હતા. જોકે, તેમની લાઈફ સ્ટાઈલ હંમેશાથી વિવાદોમાં રહી છે. તેમના અંગત જીવનમાં જેમનો રંગીન સ્વભાવ તેમનો દુશ્મન બન્યો હતો. તેની સ્ટોરી પણ જાણવા જેવી છે. પહેલાં વાત કરીએ તેમની રાજકીય સફરની. વર્ષ 1992 માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. જ્યારે તેઓ નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના રાજેશ ખન્ના સામે ઉભા હતા. જો કે શત્રુઘ્ન સિન્હા ચૂંટણી હારી ગયા, પરંતુ સમયની સાથે પાર્ટીમાં તેમનું સ્થાન ખાસ બની ગયું. પોતાની જોરદાર એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી માટે જાણીતા શત્રુઘ્ન સિંહાએ દરેકના દિલમાં જગ્યા બનાવી લીધી છે પરંતુ શું તમે જાણો છો કે શત્રુઘ્ન એક સમયે ફેમસ એક્ટ્રેસ રીના રોયના પ્રેમમાં હતા.

રીના રોયના લગ્ન વિશે સાંભળીને શત્રુઘ્ન ખૂબ રડ્યા હતા-
શત્રુઘ્ન સિન્હાના અંગત જીવનની વાત કરીએ તો વર્ષ 2016માં પ્રકાશિત પુસ્તક 'એનીથિંગ બટ ખામોશ'માં રીના રોય અને શત્રુઘ્ન વચ્ચેના સંબંધો વિશે ઘણી વાતો લખવામાં આવી છે. શત્રુઘ્ન સિંહાના જીવન પર આધારિત આ પુસ્તકની લેખિકા ભારતી એસ. પ્રધાને પણ તે ઘટના જણાવી છે, જ્યારે રીના રોયના લગ્નની વાત સાંભળીને શત્રુઘ્ન સિંહા બાળકની જેમ રડી પડ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે રીના સાથે તેનો સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો. લગ્નના ઘણા વર્ષો પછી પણ તે રીના રાયને મળતો રહ્યો. તેમના જીવન પર આધારિત પુસ્તક 'એનીથિંગ બટ ખામોશ'માં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે તેની પત્ની પૂનમે તેને રીના રોય સાથે બે વખત રંગે હાથ પકડ્યો હતો.

શત્રુઘ્ને કહ્યું કે જ્યારે તે પહેલીવાર પકડાયો ત્યારે તેની પત્ની પૂનમે તેને હળવી ચેતવણી આપીને છોડી દીધી હતી પરંતુ તે તેની હરકતોથી બાજ ન આવ્યો.  નહોતો. જ્યારે તે તેની પત્ની સાથે બીજી વખત છેતરપિંડી કરતા પકડાયો ત્યારે તેની પત્નીએ તેને તેમના બાળકો વિશે વિચારવાનું કહ્યું. તે પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો. જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહાના ત્રણ બાળકો છે, સોનાક્ષી, લવ અને કુશ સિંહા.

શત્રુઘ્ને એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રીના સાથે મારો સંબંધ અંગત રહ્યો છે. લોકો કહે છે કે લગ્ન પછી રીના પ્રત્યે મારી લાગણીઓ બદલાઈ ગઈ છે. પરંતુ હકીકતમાં તેમાં વધારો થયો હતો. હું નસીબદાર છું કે રીનાએ મને તેના જીવનના સાત વર્ષ આપ્યા છે. બંનેની મુલાકાત મિલાપના સેટ પર થઈ હતી. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતા પરંતુ આ સંબંધ આગળ વધી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે, રીના રોય અને શત્રુઘ્ન સિંહા એ જમાનાની સૌથી હિટ જોડીમાંથી એક હતી. બંનેએ સાથે મળીને 16 ફિલ્મો કરી જેમાંથી 11 સુપરહિટ રહી. પાછળથી રીના રોયે પોતાની કારકિર્દીની ટોચ પર હોવા છતાં પાકિસ્તાનના પ્રખ્યાત ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news