Gadar:Ek Prem Katha Trailer: સકીનાને પાકિસ્તાન લેવા ફરી પહોંચશે તારા સિંહ, 'ગદર: એક પ્રેમકથા' નું ટ્રેલર રિલીઝ

Gadar:Ek Prem Katha નું ટ્રેલર 22 વર્ષ બાદ ફરી રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મના પહેલાં ભાગ એટલે કે 'ગદર: એક પ્રેમ કથા' ફિલ્મની કેટલીક ઝલક બતાવવામાં આવી છે. આ સાથે જ આ ટ્રેલરમાં ફિલ્મની તે ખાસ મોમેન્ટ બતાવવામાં આવી છે જે આ ફિલ્મનો જીવ હતો. 
 

Gadar:Ek Prem Katha Trailer: સકીનાને પાકિસ્તાન લેવા ફરી પહોંચશે તારા સિંહ, 'ગદર: એક પ્રેમકથા' નું ટ્રેલર રિલીઝ

Gadar Trailer: સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર 'ગદર: એક પ્રેમ કથા' (Gadar:Ek Prem Katha) સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરને 22 વર્ષ બાદ ફરીથી રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ફિલ્મના પહેલા ભાગ એટલે કે 'ગદરઃ એક પ્રેમ કથા'ની કેટલીક ઝલક બતાવવામાં આવી છે. આ સાથે આ ટ્રેલરમાં ફિલ્મની તે ખાસ ક્ષણો બતાવવામાં આવી છે જે આ ફિલ્મનો જીવ હતો. 2 મિનિટ 21 સેકન્ડના આ ટ્રેલરમાં તમે ગદર ફિલ્મની કહાની જોઈ શકો છો. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. જે ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

'ગદરઃ એક પ્રેમ કથા'નું ટ્રેલર રિલીઝ
ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' 22 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે તારા સિંહ પાકિસ્તાનથી પોતાનો પ્રેમ પાછો લાવવા માટે તમામ સંબંધો તોડી નાખે છે. આ સાથે ફિલ્મના બેસ્ટ ડાયલોગ્સ અને કેટલાક સીન્સે ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ બધાને ફરીથી થિયેટરોમાં જોવા અને આ પળોને ફરી જીવંત કરવા માટે, પહેલા ભાગનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

9 જૂને રિલીઝ થશે આ ફિલ્મ 
'ગદર 2'ની રિલીઝ પહેલા ફિલ્મ 'ગદર' એક પ્રેમ કથા 9મી જૂને સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા આ ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય અમરીશ પુરી પણ છે. તો બીજી તરફ આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. જ્યારે ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ 22 વર્ષોમાં, ફિલ્મના પહેલા ભાગમાં દેખાતા ઘણા સ્ટાર્સનું અવસાન થયું છે, તો તમને ફિલ્મના બીજા ભાગમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news