લો બોલો! 'સાહો' પણ ફ્રેન્ચ ફિલ્મની નકલ નિકળી, ફ્રેન્ચ ડિરેક્ટરે લગાવ્યો આરોપ
'સાહો' ફિલ્મ 'બાહુબલી' સ્ટાર પ્રભાસના કારણે હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ ફિલ્મની ભરપૂર ટીકા થઈ રહી છે. હવે અધુરામાં પુરું આ બિગ બજેટ પર એક ફ્રેન્ચ ફિલ્મના દિગ્દર્શકે 'ચોરી'નો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, 'ચોરી તો સારી રીતે કરો!'
Trending Photos
નવી દિલ્હીઃ 'સાહો' ફિલ્મ 'બાહુબલી' સ્ટાર પ્રભાસના કારણે હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ ફિલ્મની ભરપૂર ટીકા થઈ રહી છે. હવે અધુરામાં પુરું આ બિગ બજેટ પર એક ફ્રેન્ચ ફિલ્મના દિગ્દર્શકે 'ચોરી'નો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, 'ચોરી તો સારી રીતે કરો!' ઉલ્લેખનીય છે, અગાઉ પણ અનેક હિન્દી ફિલ્મો વિદેશી ફિલ્મો પરથી બની ચુકી છે.
ફ્રેન્ચ ડિરેક્ટર જેરોમ સાલ (Jerome Salle)એ જણાવ્યું કે, પ્રભાસની ફિલ્મ 'સાહો' તેમની ફિલ્મ 'લાર્ગો વિન્ચ' (Largo Winch)ની નકલ છે. ડિરેક્ટરે જણાવ્યું કે, સાહોના નિર્માતાઓએ ચોરી પણ અત્યંત ખરાબ રીતે કરી છે. હવે તેમણે સારો સામે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરીને એક યુદ્ધ છેડી દીધું છે.
આ સાથે જ જેરોમે અગાઉ લખ્યું હતું કે, "મને લાગે છે કે ભારતમાં મારા માટે કારકિર્દીની સારી તક છે." આ ટ્વીટ વાયરલ થયા પછી જેરોમે વધુ ટ્વીટ કરતા જણાવ્યું કે, "એવું લાગે છે કે લાર્ગો વિન્ચની જેમ જ આ બીજી 'ફ્રીમેક' અગાઉ જેવી જ ખરાબ છે. તો મહેરબાની કરીને તેલુગુ દિગ્દર્શકો, જો તમે મારા કામની ચોરી કરો છો તો, તેને સારી રીતે તો કરો?"
I think I have a promising career in India. https://t.co/XAiERdgUCF
— Jérôme Salle (@Jerome_Salle) August 30, 2019
જેરોમે વધુમાં લખ્યું કે, "જો તમને એમ લાગતું હોય કે હું ભારતમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યો છું તો મને માફ કરશો, હું તમારી કોઈ જ મદદ કરી શકું એમ નથી."
It seems this second "freemake" of Largo Winch is as bad as the first one. So please Telugu directors, if you steal my work, at least do it properly?
And as my "Indian career" tweet was of course ironic, I'm sorry but I'm not gonna be able to help. https://t.co/DWpQJ8Vyi0
— Jérôme Salle (@Jerome_Salle) September 1, 2019
આ પ્રથમ ઘટના નથી જ્યારે જેરોમે તેલુગુ ફિલ્મ નિર્માતાઓ પર પોતાના કામની નકલનો આરોપ લગાવ્યો હોય. ગયા વર્ષે ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મ 'અજ્ઞેયવાસી' પર પણ જેરોમ ચોરીનો આરોપ લગાવી ચૂક્યા છે. જોકે, જેરોમના આરોપો બાબતે સાહોના નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ અગાઉ અભિનેત્રી લીઝા રે પણ 'સાહો' પર એક આર્ટિસ્ટના આર્ટવર્કની નકલ કરવાનો આરોપ લગાવી ચૂકી છે. તેણે પેઈન્ટિંગ સાથે 'સાહો'ના સીનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો. જેની સાથે તેણે એક લાંબી નોટ પણ લખી હતી.
ઉલ્લેખનીય છે કે, 'સાહો' ફિલ્મ તેલુગુ ઉપરાંત હિન્દી અનેતમિલમાં પણ એકસાથે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દુનિયાભરમાં એકસાથે 10,000 સ્ક્રીન્સ પર રીલીઝ કરાઈ છે, જ્યારે ભારતમાં 4500 સ્ક્રીન્સ પર રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર જેવા ફિલ્મસ્ટારો પણ છે. સુજીત દ્વારા દિગ્દર્શિક આ ફિલ્મનું નિર્માણ યુવી ક્રિએશન્સ અને ટી-સીરીઝે કર્યું છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે