ચર્ચાસ્પદ હિરોઇને કરી લીધી સગાઈ, ઓળખી?
Slumdog Millionaireની એક્ટ્રેસ ફ્રિડા પિન્ટોએ પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે જેની તસવીરો વાયરલ થઈ છે
Trending Photos
મુંબઈ : 2008માં આવેલી ફિલ્મ Slumdog Millionaireથી એક્ટિંગના ફિલ્ડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ અને મોડેલ ફ્રિડા પિન્ટો (Freida Pinto)એ હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. ફ્રિડાએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયામાં શેયર કરીને કરી છે. આ તસવીરોમાં બંને એકબીજા સાથે સારા લાગી રહ્યા છે. ફ્રિડા લાંબા સમયથી બોયફ્રેન્ડ કોરી ટ્રેન (Cory Tran)ને ડેટ કરી રહી હતી. સગાઈ પહેલાં પણ ફ્રિડા અનેકવાર પોતાની તસવીર શેયર કરી ચૂકી છે.
બ્રિટીશ ડાયરેકટર ડેની બોયલની ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનરમાં ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલ સાથે ફ્રેડા પિન્ટોની જોડીને ભારતીય સિને રસીકોએ ઘણી વખાણી હતી.
ફ્રિડા બોલિવૂડની જેમ જ હોલિવૂડમાં પણ પોતાનો જાદૂ દેખાડી ચૂકી છે. તે છેલ્લે ફિલ્મ મોગલી : લિજેન્ડ ઓફ ધ જંગલમાં જોવા મળી હતી. ફ્રિડા એક એક્ટ્રેસની સાથેસાથે મોડેલ પણ છે અને અનેક એડ્સ કરી ચૂકી છે.
અભિનેત્રી ફ્રિડા પિન્ટો તાજેતરમાં જ તેના મુંબઈના ઘરે આવી હતી. તે શરૂઆતથી જ તેના સેલિબ્રિટી સ્ટેટસને પર્યાવરણની સમસ્યાઓ ઊજાગર કરવા વાપરતી હોય છે. તે પર્યાવરણ બચાવવાના પ્રયાસમાં રત છે.
સ્પષ્ટવક્તા અભિનેત્રી ફ્રિડાએ તાજેતરમાં જ પર્યાવરણ માટે પોતાની જીવનશૈલીમાં પણ ઘણાં ફેરફારો કર્યા. ખાસ કરીને પ્લાસ્ટિકને લગતા ફેરફાર કર્યા. તે પાણીનો પણ જરાય વેડફાટ નથી કરતી. તે સિવાય તે શું ખાઈ રહી છે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે. અને માંસાહાર પણ ટાળે છે. તે હાલમાં સાદગીપૂર્વક જીવન જીવી રહી છે અને આવશ્યક્તા હોય એટલું જ ખરીદી રહી છે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે