શરદ પવારે બોલાવી NCP ની બેઠક, અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવાની તૈયારી: સૂત્ર
મહારાષ્ટ્રમાં લાંબા રાજકીય ગતિરોધ પછીહવે ત્રણેય પક્ષોના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ એનસીપી અને કોંગ્રેસ તથા કેટલીક નાની પાર્ટીઓના સહયોગથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનવા જઇ રહી છે. એકતરફ વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં લાંબા રાજકીય ગતિરોધ પછીહવે ત્રણેય પક્ષોના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ એનસીપી અને કોંગ્રેસ તથા કેટલીક નાની પાર્ટીઓના સહયોગથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનવા જઇ રહી છે. એકતરફ વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
જોકે રાજ્યમાં ડેપ્યુટી સીએમ અને મંત્રિમંડળને લઇને હજુ સુધી કોઇ નામ સામે આવ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી અને કોંગ્રેસ દ્વારા એક-એક ડેપ્યુટી સીએમ હશે. સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપ સાથે હાથ મિલાવેને સરકાર બનાવનાર ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર શરદ પવારના ભત્રીજા અજિત પવારે પણ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં સ્થાન મળી શકે છે.
એનસીપી નેતા શરદ પવાર આજે બપોરે 1 વાગે પોતાની પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સમાચાર છે કે આ બેઠકમાં અજિત પવારને મંત્રી બનાવવાને લઇને નિર્ણય લેવામાં આવશે. સમાચાર એ પણ છે કે આ બેઠકમાં શરદ પવાર સાથે-સાથે અજિત પવાર પણ સામેલ થશે.
સમાચારોનું માનીએ તો એનસીપી અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની તૈયારીમાં છે. સમાચાર એ પણ છે કે મંત્રિમંડળની યાદી બનાવવામાં આવશે જેમાં ત્રણેય પક્ષોના મુખ્ય નેતા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસમાંથી અહેમદ પટેલ તેના પર ચર્ચા કરીને અંતિમ સ્વરૂપ આપશે. શપથ ગ્રહણમાં સિલેક્ટેડ મંત્રીપદોની શપથ ગ્રહણ થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે 24 ઓક્ટોબરોના રોજ આવેલા પરિણામો બાદ ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમમાં સૌથી મહત્વપૂર્ણ પાત્રમાં રહેલા એનસીપીના નેતા અજિત પવાર. 54 ધારાસભ્યોવાળી પાર્ટી એનસીપીના ઘારાસભ્ય દળના નેતા અજિત પવારે 23 નવેમ્બરના રોજ ભાજપ સાથે મળીને ડેપ્યુટી સીએમ પદના શપથ લઇ લીધા હતા. સવારે 8 વાગે આ શપથ ગ્રહણને જોઇ દરેક જણ સન્ન રહી ગયું હતું.
એક તરફ એનસીપી શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પર વાતચીત ચાલી રહી હતી તો બીજી તરફ અજિત પવારે પણ તમામ ધારાસભ્યોના સમર્થન પત્રને બતાવીને દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપવનો દાવો રાજ્યપાલ સમક્ષ રજુ કર્યો. પરંતુ ભાજપને સમર્થન આપવાને લઇને અજિત પવારે ના તો પાર્ટી પ્રમુખ શરદ પવારને વિશ્વાસમાં લીધા ના તો કોઇ ધારાસભ્યને. પરિણામ એ આવ્યું કે બધા ધારાસભ્યો શરદ પવાર પાસે જ રહ્યા કોઇ પણ ધારાસભ્ય અજિત પવાર સાથે ગયા નહી. તો બીજી તરફ ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન દૂર કરવા અને દેવેન્દ્ર ફડણવીસને શપથ અપાવવાના મામલે એનસીપી-શિવસેના અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ.
રવિવારે (24 નવેમ્બર), સોમવારે (25 નવેમ્બર)ના રોજ કોર્ટ આ મુદ્દે ચર્ચા થઇ અને મંગળવારે (26 નવેમ્બર) સવારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતાં ફડણવીસ સરકારને બહુમત સાબિત કરવા માટે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો. આ જગજાહેર હતું કે નંબર ફડણવીસ પાસે નથી અને ધારાસભ્યોને પોતાની તરફ લેવા માટે 24 કલાકથી ઓછો સમય હતો. તો મંગળવારે બપોર સુધી અજિત પવાર ડેપ્યુટી સીમ પદેથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ તાત્કાલિક દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપવા માટે રાજ્યપાલ પહોંચી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે