ફિટ રહેવા માટે 1 કલાકના વર્કઆઉટ માટે 21 હજાર રૂ. આપે છે આ એક્ટ્રેસ
એક્ટ્રેસ માટે ફિટનેસ બહુ જરૂરી છે
Trending Photos
નવી દિલ્હી : સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ પોતાની ફિટનેસ પાછળ દરેક કલાકે લગભગ 300 ડોલર (અંદાજે 21,000 રૂપિયા) ખર્ચ કરે છે. વેબસાઇટ 'ઇઓનલાઇન ડોટ કોમ' દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સેલેના માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગયું વર્ષ ભારે ચડાવ અને ઉતારભર્યું સાબિત થયું. તે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે તેમજ ડિપ્રેશનની સારવાર માટે લાંબો સમય હોસ્પિટલમાં રહી હતી. જોકે 26 વર્ષીય સેલેનાએ ગયા મહિને કમબેક કર્યું છે.
સેલેનાના નજીકના મિત્રએ જણાવ્યું છે કે સેલેના કમબેક પછી સારું અનુભવી રહી છે. સેલેનાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે મિત્રો તેમજ પરિવાર સાથે સમય પસાર કર્યા પછી હું સામાન્ય અને સારું અનુભવું છું.
હાલમાં મળેલી માહિતી પ્રમાણે લોસ એન્જલસમાં ફિટનેસના ખાનગી સેશન પાછળ દર કલાકે 300 ડોલરનો ખર્ચ કર્યો છે. જોકે આ સર્વિસ 125 ડોલર પ્રતિ કલાક પર ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે