નવા વર્ષે શિરડી ટ્રસ્ટને થઇ અધધધ કમાણી, આંકડો જાણીને ચોંકી ઉઠશો !

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીના સમયગાળામાં શિરડી સાંઇ બાબા મંદિર ટ્રસ્ટને થઇ કરોડો રૂપિયાની કમાણી, ચોક્કસ આંકડો જાણીને ચોંકી ઉઠશો

નવા વર્ષે શિરડી ટ્રસ્ટને થઇ અધધધ કમાણી, આંકડો જાણીને ચોંકી ઉઠશો !

મુંબઇ : 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે ભક્તોની ભીડ હતી. સાંઇ ભક્તોએ મોટા પ્રમાણમાં દાન કર્યું. બુધવારે દાન કરવામાં આવેલી રકમની ગણત્રી કરવામાં આવી. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં શિરડીના સાંઇ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નવા વર્ષે બાબાનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિરડીમાં સાંઇ દર્શન માટે ગત્ત 11 દિવસમાં 9.50 લાખ ભક્તો પહોંચ્યા હતા અને બાબાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે ભક્તોનાં ટોળા ઉમટી પડ્યા હતા. સાંઇ ભક્તોએ મોટા પ્રમાણમાં દાન કર્યું. બુધવારે રાત્રે (02 જાન્યુઆરી)એ ભક્તો દ્વારા અપાયેલી રકમની ગણત્રી કરવામાં આવી. 

foreign currency of 19 countries

11 દિવસમાં 54 કરોડ રૂપિયા દાન કરવામાં આવ્યાં. જેમાં 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ રકમ ગત્ત વર્ષનાં દાનની તુલનાએ 30 લાખ રૂપિયા ઓછી છે. આ વખતે દાનમાં 19 દેશોનાં ચલણનો સમાવેશ થાય છે. તેમાં 30 લાખ 63 હજાર વિદેશી ચલણ જમા થયા છે. 

DD also donate by devotees

સાંઇ મંદિરના ડોનેશન બોક્સમાં 8 કરોડ5 લાખ રૂપિયા જમા થયા. ડોનેશન કાઉન્ટર પર 3 કરોડ 3 લાખ રૂપિયાનાં ચેક આપવામાં આવ્યા. 3 કરોડની રકમ ડીડી સ્વરૂપે જમા થઇ છે. શિરડી સાંઇ સંસ્થાનનાં ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે જણાવ્યું કે, કેટલાક લોકોએ ડેબિટ કાર્ટ, ચેક અને ડીડી દ્વારા ડોનેટ કર્યા છે.

Donated less than last year

કદમે જણાવ્યું કે, આ વખતની રકમ ગત્ત વર્ષની તુલનાએ 30 લાખ રૂપિયા ઓછી છે. તેમણે જણાવ્યું કે, સાંઇ મંદિરનાં ડોનેશન બોક્સમાં આ 11 દિવસમાં 8 કરોડ રૂપિયા 5 લાખ રૂપિયા જમા થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news