ઋૃતિકની 'સુપર 30' જોઈને ભાવુક થયા શેખર કપૂર, આપ્યું આ નિવેદન
ઋૃતિકના ફેન્સ અને ક્રિટિક્સ અભિનેતાના અભિનયની પ્રશંસા કરતા થાકી રહ્યાં નથી. આ વચ્ચે જાણીતા ફિલ્મમેકર શેખર કપૂરે પણ ફિલ્મ જોયા બાદ ઋૃતિકની પ્રશંસા કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા ઋૃતિક રોશનની મચ અવેટેડ ફિલ્મ 'સુપર 30' બોક્સ ઓફિસ પર છવાય ગઈ છે. ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં ઘણી કમાણી કરી લીધી છે. ઋૃતિકના ફેન્સ અને ક્રિટિક્સ અભિનેતાના અભિનયની પ્રશંસા કરતા થાકી રહ્યાં નથી. આ વચ્ચે જાણીતા ફિલ્મમેકર શેખર કપૂરે પણ ફિલ્મ જોયા બાદ ઋૃતિકની પ્રશંસા કરતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે.
શેખરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હિન્દી ફિલ્મોને સિનેમાહોલમાં જોવાની પોતાની મજા છે. મેં ચુપચાપ થિએટરમાં બેસીને ફિલ્મ જોઈ અને આશા કરી કે મારા વહેતા આંસુને કોઈ ન જોઈલે. સુપર 30 મારા માટે તે ફિલ્મ બની. આ ખુબ અલગ ફિલ્મ છે અને ઋૃતિકની એક્ટિંગે મને ભાવુક કરી દીધો છે.
Watching Hindi cinema in the theatres is a cathartic experience for me. I sit quietly in the theatre hoping no one notices my tears flowing. #super30 did that to me. It’s such a good story (and true) and a completely different @iHrithik Roshan’s performance overwhelmed me.
— Shekhar Kapur (@shekharkapur) July 15, 2019
મહત્વનું છે કે રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત 'સુપર 30' એક સત્ય કહાની પર આધારિત છે. ઋૃતિકની આ ફિલ્મ બિહારના જાણીતા ટીચર આનંદ કુમારના જીવન પર આધારિત છે જેમાં આનંદ કુમારની ભૂમિકા ઋૃતિક નિભાવી રહ્યો છે. ફિલ્મમાં ઋૃતિક અને મૃણાલ ઠાકુર સિવાય અમિત સાદ, પંકજ ત્રિપાઠી અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે