PHOTOs: રશ્મી દેસાઈથી લઈને ઉર્વશી ધોળકિયા, B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

ટીવી અને ફિલ્મોમાં સફળ થવા માટે અનેક કલાકારોને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવું પડ્યું છે. ફિલ્મોમાં હોટ સીન આપનાર આ કલાકારોને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતું આજે આ કલાકારો તેમનો ભૂતકાળ ભૂલીને ઘણા આગળ વધી ગયા છે.

 PHOTOs: રશ્મી દેસાઈથી લઈને ઉર્વશી ધોળકિયા, B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

ઝી બ્યુરો/મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી ઘડવા માટે મુંબઈ આવતા દરેક યુવક કે યુવતી એમ ઈચ્છતા હોય છે કે તેમને સારી પટકથાવાળી અને જાણીતા દિગદર્શક અને નામાંકિત ફિલ્મી કલાકારો સાથે કામ કરવા મળે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી ફિલ્મો કે સિરીયલ મેળવવું તેટલું સરળ હોતું નથી. સતત સ્ટ્રગલ અને મુંબઈ જેવા મોંઘા શહેરમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની જાય એટલે અનેક કલાકારોએ શરૂઆતમાં બી કે સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. અહીં એવા કલાકારોની વાત જેમણે શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા હોય પરંતું આજે તેમને સારી એવી સફળતા મેળવી.

ટીવી અને ફિલ્મોમાં સફળ થવા માટે અનેક કલાકારોને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવું પડ્યું છે. ફિલ્મોમાં હોટ સીન આપનાર આ કલાકારોને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતું આજે આ કલાકારો તેમનો ભૂતકાળ ભૂલીને ઘણા આગળ વધી ગયા છે.

1. રશ્મી દેસાઈ

No description available.
કલર્સની ફેમસ સિરીયલ 'ઉતરણ'માં તપસ્યાનું પાત્ર ભજવી રશ્મી દેસાઈ ઘરઘરમાં જાણીતી થઈ. ત્યારબાદ બિગ બોસમાં ભાગ લીધા બાદ રશ્મી દેસાઈને ખૂબ લોકપ્રિયતા મળી. રશ્મીએ તેની કારકિર્દીની શરૂઆત ભોજપુરી ફિલ્મોથી કરી. રશ્મીએ 'યે લમહે જુદાઈ કે' નામની ફિલ્મમાં રશ્મીએ ગરમાગરમી વાળા દ્રશ્યો આપ્યા હતા.

2.સના ખાન

No description available.
સના ખાનને પણ રિયાલિટી શો 'બિગ બોસ'થી ઓળખ મળી. હાલમાં જ સના ખાને મૌલવી સાથે લગ્ન કરી લીધા છે. સના ખાનને બિગ બોસ થકી સારી એવી ઓળખ મળી તે પહેલા તેને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતું. આ બધી ફિલ્મોમાં સનાએ ઈન્ટિમેટ સીન આપ્યા હતા.

3. ઉર્વશી ધોળકિયા

No description available.
બિગ બોસ સિઝન 6ની વિજેતા ઉર્વશી ધોળકિયા ઈન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ છે. મેટ્રો ગોલ્ડ પર વર્ષ 2001-02માં શરૂ થયેલી સિરીયલ 'કભી સૌતન કભી સહેલી'માં તેને સારી એવી ઓળખ મળી પરંતું બાલાજી ટેલિફિલ્મસની 'કસૌટી ઝીંદગી કી' થકી ઉર્વશી ઘરે ઘરે જાણીતી થઈ ગઈ. ઉર્વશી ધોળકિયાએ તેની કારકિર્દીની શરૂઆતમા બી એન્ડ સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં ઉર્વશીએ ખૂબ ઉત્તેજિત દ્રશ્યો આપ્યા. મલયાલમ ફિલ્મો જેવી કે સ્વપનમ અને ચુંબનમાં ઉર્વશીએ બોલ્ડ સીન આપ્યા. આજે ઉર્વશી સફળ તો છે પરંતું તેને સિંગલ મધર તરીકે તેના બંને બાળકોનો સારો ઉછેર કર્યો છે.

4. અર્ચના પુરણસિંહ

No description available.
અર્ચના પુરણસિંહે 90ના દાયકાઓમાં કેટલીક ફિલ્મોમાં ખૂબ સારો અભિનય કર્યો જેના થકી દર્શકોમાં તેમની અલગ ઓળખ ઉભી થઈ. કુછ કુછ હોતા હૈ, રાજા હિન્દુસ્તાની, મોહબ્બતે જેવી ફિલ્મોમાં અર્ચના પુરણસિંહનો અભિનય દર્શકોને ખૂબ ગમ્યો. અર્ચના કપિલ શર્મા શોમાં જજ તરીકે બેસે છે. કોમેડી રિયાલિટી શો અને કપિલ શર્મા શો થકી અર્ચનાની હસવાની રીતથી તે ખૂબ લોકપ્રિય થયા છે. પરંતં માનવામાં ન આવે પણ અર્ચનાએ શરૂઆતની કારકિર્દીમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ છે. 'રાત કે ગુનાહ' જેવી ફિલ્મોમાં અર્ચનાએ કામ કર્યુ હતું.

5.સમીર કોચર

No description available.
સેટ મેક્સમાં IPL મેચમાં એન્કરિંગથી સમીર કોચરને દરેક ક્રિકેટ ફેન ઓળખે છે. સોની ટીવી પર લોકપ્રિયતા મેળવનાર સિરિયલ 'બડે અચ્છે લગતે હૈ'માં સમીર કોચરે બિઝનેસમેન રજત કપૂરનું પાત્ર મળ્યુ હતું જે લોકોને પસંદ આવ્યુ હતું. સમીર કોચરે પણ શરૂઆતમાં બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતું. 'એક સે મેરા ક્યા હોગા' જેવી ફિલ્મમાં તેમને જુદી જુદી અભિનેત્રીઓ સાથે બોલ્ડસીન આપ્યા.

6. સમીર ધર્મધિકારી

No description available.
સમીર ધર્મધિકારીએ અનેક સિરીયલોમાં કામ કર્યું. સમીરે અદાલતની સિઝન -2માં પણ કામ કર્યુ હતું. સમીર ધર્મધિકારીએ . ઝી ટીવીની સિરિયલ 'ઝાંસી કી રાની'માં રાની લક્ષ્મીબાઈના પતિનું પાત્ર ભજવ્યુ હતું.સમીરે પણ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

 રાખી સાવંત, સારા ખાન, કશ્મીરા શાહ, અમિત પચોરી જેવા કલાકારોએ પણ શરૂઆતમાં બી કે સી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યુ હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news