પાકિસ્તાન બની ગયું કંગાળ! રક્ષામંત્રી ખ્વાજા આસિફે કરી મોટી જાહેરાત, કહ્યું- નાદાર થયો દેશ

પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. મોંઘવારી આસમાને છે. લોકો જરૂરી સામાન લેવા માટે તડપી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન નાદાર થી ચુક્યું છે. આપણે આપણા પગ પર ઉભા થવાની જરૂર છે. 

પાકિસ્તાન બની ગયું કંગાળ! રક્ષામંત્રી ખ્વાજા આસિફે કરી મોટી જાહેરાત, કહ્યું- નાદાર થયો દેશ

ઇસ્લામાબાદઃ  આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ખરેખર કંગાળ થઈ ગયું છે? આ સવાલ ઉઠી રહ્યો છે, પાકિસ્તાની રક્ષામંત્રીનો તે વીડિયો સામે આવ્યા બાદ, જેમાં કે કહી રહ્યાં છે કે પાકિસ્તાને દેવાળું ફુંકી દીધુ છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ દાવો સિયાલકોટમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પહેલાથી નાદાર થઈ ગયું છે અને આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ. 

PML-N નેતા અને રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે પાકિસ્તાન ડિફોલ્ટ કરી રહ્યું નથી, પરંતુ પહેલાથી ડિફોલ્ટ કરી ચુકયા છે અને આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ. હકીકતમાં ખ્વાજા આસિફે સિયાલકોટમાં એક ખાનગી કોલેજના દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી. તેમણે પોતાના ભાષણ દરમિયાન ખ્વાજા આસિફે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર નિશાન સાધ્યુ અને તેના પર પાકિસ્તાનમાં આતંકવાદની વાપસીની મંજૂરી આપવાનો આરોપ લગાવ્યો. 

ખ્વાજા આસિફે કહ્યું કે ઈમરાન ખાને એવી રમત રમી કે હવે આતંકવાદ આપણું નસીબ બની ગયું છે. દેશની વર્તમાન આર્થિક સ્થિતિ વિશે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે અમે નાદાર દેશના રહેવાસી છીએ.

આતંકવાદ, વિદેશી ફંડિંગ જેવા આરોપોમાં ઘેરાયેલા ઈમરાન ખાનની થશે ધરપકડ?
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહેતા જોવા મળે છે કે તમે સાંભળ્યું જ હશે કે ડિફોલ્ટ કે નાદારી થવા જઈ રહી છે, મંદી આવશે, પરંતુ તે થઈ ચૂક્યું છે, ખ્વાજા આસિફે કહ્યું કે અમારી તમામ સમસ્યાઓનો ઉકેલ દેશમાં છે, પરંતુ અમે આ માટે IMF તરફ જોઈ રહ્યા છીએ.

— Azhar Mashwani (@MashwaniAzhar) February 18, 2023

વાસ્તવમાં, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હવે સતત ઘટાડા સાથે $3 બિલિયનની નીચે પહોંચી ગયો છે. આયાતના સંદર્ભમાં, તે માત્ર ત્રણ અઠવાડિયા માટે બાકી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની સંપૂર્ણ આશા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની મદદ પર ટકેલી છે, જેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. આઈએમએફ સાથેના સોદામાં વિલંબ અંગે ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના વડા યુસુફ નઝરે જણાવ્યું હતું કે નાણાપ્રધાન ઈશાક ડાર પાસે વૈશ્વિક ધિરાણકર્તા આઈએમએફ સાથે કામ કરવા અથવા સુધારા માટે કોઈ યોજના રજૂ કરવાની કોઈ વિશેષતા નથી.

તેમણે કહ્યું કે જો આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં તીવ્ર ઘટાડા પર બ્રેક લગાવવાની આશા રાખીએ તો નાણામંત્રી ઈશાક ડારને પદ પરથી હટાવવા જોઈએ. નઝરે વધુમાં કહ્યું હતું કે જો આમ નહીં થાય તો આપણે આવનારા ખરાબ દિવસો માટે તૈયાર રહેવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news