ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો
Bigg Boss 17 Winner : જુનાગઢના સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકીએ જીત્યો બિગ બોસ 17 શો, ઈનામમાં મળી ટ્રોફી, કાર અને 50 લાખની પ્રાઈઝ મની
Trending Photos
Bigg Boss 17 Winner : સલમાન ખાનના ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો બિગ બોસ ની 17 મી સીઝન પૂરી થઈ છે. આ વખતે પણ બિગ બોસ જોઈને દર્શકોનું ભરપૂર મનોરંજન થયું છે. આ સિઝનમાં હસી મજાકની સાથે લોકોએ લડાઈ ઝઘડા પણ ખૂબ જોયા છે. રવિવારે આ શોનું ગ્રાન્ડ ફિનાલે હતું. બિગ બોસની આ સીઝનમાં 17 લોકોની એન્ટ્રી બિગ બોસ હાઉસમાં થઈ હતી. જેમાંથી શો મુનવ્વર ફારુકીએ જીત્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, મુનવ્વર ફારુકી મૂળ ગુજરાતના જુનાગઢનો રહેવાસી છે. મૂળ જુનાગઢના મુન્નવર ફારુકી આ અગાઉ અનેક વિવાદોમાં રહી ચૂક્યા છે. કથિત ધમકીઓને કારણે તેમના અનેક શો કેન્સલ થયા છે. તેઓ શો કેન્સલ થવાને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. આ સ્ટેન્ડ અપ કોમેડિયન અનેકવાર ચર્ચામાં રહે છે.
મુનવ્વર ફારુકીએ હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણી કરી
બે વર્ષ પહેલા ઈન્દોરમાં લાઈવ શો દરમિયાન ગુજરાતના કોમેડિયન (Comedian) મુનવ્વર ફારુકી સાથે મારપીટ કરવાની ઘટના બની હતી. આ યુવા કોમેડિયનની વિરુદ્ધ હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. મુન્નવર ફારુકીની ઈન્દોર પોલીસે ધરપકડ કરી હતી, જેમાં બીજેપીના ધારાસભ્ય માલિની ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડની ફરિયાદ કરી હતી. તેમને એક મહિનો જેલમાં વિતાવવો પડ્યો હતો. મુન્નવર પર અનેકવાર હિન્દુ દેવી દેવતીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવાના આરોપ લાગ્યા છે.
હું ક્યારેય વિવાદોનો ભાગ બનવા માંગતો નથી - મુનવ્વર
એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં મુન્નવરે કહ્યું હતું કે, મને નથી લાગતુ કે વિવાદાસ્પદ હોવામાં કોઈ પણ ભૂલ છે. તેનો મતલબ એ છે કે, લોકોએ વાતમાં તમારો પક્ષ સાંભળ્યો નથી. અથવા તો તમને સંદર્ભમાંથી બહાર કરી દેવાયો છે. હું ક્યારેય વિવાદોનો ભાગ બનવા માંગતો નથી. મારા વીડિયોના જે ભાગે લોકોને નુકસાન પહોંચાડ્યુ હતું, મેં તેને તરત હટાવી દીધા હતા. એ નાગરિકો જ હતા, જેમણે આ વીડિયોને એક વર્ષ સુધી ચલાવ્યા હતા અને તેને હોટ ટોપિક બનાવ્યા હતા. હુ ક્યારેય પણ વિવાદોનો ભાગ બનવા માંગતો નથી. વિવાદોએ જ મને આવો બનાવ્યો છે. હું કોમેડી કરીને ખુશ હતો, અને મારા 100 મિલિયન નંબરના સેલિબ્રેશનમાં વ્યસ્ત હતો.
દિલ્હીમાં પણ રદ થયો હતો શો
વર્ષ 2022 માં દિલ્હીમાં પણ તેનો શો રદ થયો હતો. દિલ્હી પોલીસના લાઈસન્સ યુનિટે મુનાવ્વર ફારુકીની રિક્વેસ્ટને ફગાવી દીધી હતી. કોમેડિયને દિલ્હીમાં પરફોર્મ કરવા માટે પરમિશન માંગી હતી. તેમનો શો 28 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના સિવિક સેન્ટરમાં થવાનો હતો. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે યુનિટને રિપોર્ટ સોંપતા કહ્યું હતું કે મુનાવ્વરના શોથી 'વિસ્તારમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર પડશે.' વિશ્વ હિન્દુ પરિષદે દિલ્હી પોલીસને પત્ર લખીને મુનાવ્વરના શોને રદ કરવાની માંગણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે