એશા દેઓલે શેયર કરી ખાસ તસવીર, જોઈને સુધરી જશે દિવસ

એક્ટ્રેસ એશા દેઓલ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે

એશા દેઓલે શેયર કરી ખાસ તસવીર, જોઈને સુધરી જશે દિવસ

મુંબઈ : એક્ટ્રેસ એશા દેઓલ સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે નિયમિત સમયાંતરે સોશિયલ મીડિયા સાઇટ્સ પર તેના પરિવારની તસવીરો પોસ્ટ કરતી રહી છે. હાલમાં એશાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં હેમા માલિની, દીકરી એશા તેમજ દોહિત્રી રાધ્યા એમ ત્રણ પેઢી એકસાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં એશાની દીકરી રાધ્યા દાદી હેમા સાથે બહુ આનંદમાં જોવા મળે છે. 

એશાના બિઝનેસમેન ભરત તખ્તાણી સાથે લગ્ન થયા છે અને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં દીકરી રાધ્યાનો જન્મ થયો હતો. રાધ્યાના જન્મ પછી હેમાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે નાની બનવાની લાગણી અદ્ભુત છે. રાધ્યાનું નામ જાણીને મથુરાના લોકો બહુ ખુશ થયા છે કારણ કે કૃષ્ણની નગરીમાં રાધા રાની તો ખાસ હોય છે. 

એશા બહુ જલ્દી 'કેક વોક' નામની શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. હાલમાં એશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે હાલમાં મારી પ્રાયોરિટી મારી દીકરી રાધ્યા છે. હું જ્યારે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી ત્યારે મારા પતિએ બ્રેક લઈને રાધ્યાનું ધ્યાન રાખ્યું હતું. હું ભરત જેવો પતિ મેળવીને બહુ ખુશ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news