આ વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મો નક્કી કરશે અક્ષય, આમીર, આલિયા અને કંગનાનું ભવિષ્ય! જાણો ક્યારે આવશે કઈ ફિલ્મ

નવા વર્ષમાં રિલીઝ થશે એકથી એક ચડિયાતી ફિલ્મો, જોઈ લો આ યાદી...

આ વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મો નક્કી કરશે અક્ષય, આમીર, આલિયા અને કંગનાનું ભવિષ્ય! જાણો ક્યારે આવશે કઈ ફિલ્મ

નવી દિલ્લીઃ નવા વર્ષ 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે, લોકો નવા વર્ષને જોમ અને ઉત્સાહ સાથે આવકારવા થનગની રહ્યા છે. વર્ષ 2021 કોરોનાના કારણે ન માત્ર જનતા માટે પરંતુ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી માટે પણ નિરાશાજનક રહ્યું. કોરોના સંક્રમણ અને કડક પ્રતિબંધોના કારણે થિયેટર્સમાં મોટાભાગની ફિલ્મો રિલીઝ ન થઈ શકી. દિવાળીમાં સૂર્યવંશી મોટી ફિલ્મ રિલીઝ થઈ અને તેને કમાણી કરી હતી તેના સિવાય અન્ય કોઈ ફિલ્મ સારી કમાણી કરી શકી નહીં. ત્યારે નવા વર્ષ પર ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની અને દર્શકોની નજર રહેશે...

1. રાધે શ્યામ-
ડિરેકટર રાધાકૃષ્ણ કુમારે ડિરેકટ કરેલી બિગ બજેટ રોમેન્ટિક ફિલ્મ વર્ષના પહેલા મહિનામાં જ રિલીઝ થશે. દક્ષિણ ભારતના મોટા સ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની સંભવિત રિલીઝ ડેટ 14 જાન્યુઆરી છે.

2. પૃથ્વીરાજ-
વર્ષ 2021માં એકશન ફિલ્મ આપનાર અક્ષયકુમાર નવા વર્ષમાં ઐતિહાસિક વિષય પર ફિલ્મ રિલીઝ કરવાને લઈ તૈયાર છે. અક્ષય કુમાર અને મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર પૃથ્વીરાજ ફિલ્મમાં સાથે જોવા મળશે. 21 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.

3. બધાઈ દો-
આયુષમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બધાઈ હોની સિકવલ છે બધાઈ દો.... વર્ષ 2022માં રિલીઝ થનારી ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે.  આ ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણીએ ડિરેકટ કરી છે.4 ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.  

4. શાબાશ મીઠું-
દેશની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન, મિતાલી રાજના વાસ્તવિક જીવન પર આધારિત, આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ નવા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. શ્રીજીત મુખરજીએ ડિરેકટ કરેલી ફિલ્મ પણ 4 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકે છે.

5. ગંગુબાઈ કાઠિયાવાડી-
એસ હુસૈન ઝૈદીની બુક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ પર આધારિત, આ ક્રાઇમ ડ્રામા ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. સંજય લીલા ભણસાલીએ દિગ્દર્શિત કરેલી 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ 18મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ વર્ષ 2022ની વન ઓફ ધ અચ અવેઈટેડ ફિલ્મ છે.

6 જયેશભાઈ જોરદાર-
ગુજરાતી યુવક દિવ્યાંગ ઠક્કરે ડિરેકટ કરેલી ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 2020માં રિલીઝ થવાની હતી ફિલ્મની રિલીઝ કોરોનાના કારણે મુલત્વી રખાઈ હતી. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

7. બચ્ચન પાંડે-
નવા વર્ષમાં અક્ષય કુમારની બીજી ફિલ્મ 'બચ્ચન પાંડે' રિલીઝ થશે. અક્ષય કુમાર અને કૃતિ સેનન અને જેક્લીન ફર્નાન્ડિઝ અભિનિત આ ફિલ્મ કોમેડી છે. ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેકટ કરી છે. 4 માર્ચે ફિલ્મ રિલીઝ થશે.

8. શમશેરા-
કરણ મલ્હોત્રાએ દિગ્દર્શિત કરેલી પિરીયડ એક્શન ડ્રામા ફિલ્મમાં, રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. કોરોનાના કારણે ફિલ્મની રિલીઝ પાછી ઠેલાતી હતી.  રણબીર કપૂર સ્ટારર બિગ બજેટ  ફિલ્મ હવે 18મી માર્ચે રિલીઝ થવાની છે.

9. ભૂલ ભૂલૈયા 2-
પ્રિયદર્શનની સુપરહિટ હોરર કોમેડી ફિલ્મ 'ભૂલભૂલૈયા'ની સિકવલ ભૂલ ભૂલૈયા-2 રિલીઝ થવાની છે. ભૂલ ભૂલૈયાને અનીશ બઝમીએ ડિરેક્ટ કરી છે જેમાં કાર્તિક આર્યન, તબ્બુ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. 25મી માર્ચે ફિલ્મ રિલીઝ થવાની છે.

10. અનેક-
અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી એકશન થ્રિલર ફિલ્મ અનેક 31મી માર્ચે રિલીઝ થશે જેને અનુભવ સિંહાએ ડિરેકટ કરી છે.

11. રોકેટરી- ધ નામ્બી ઈફેક્ટ-
રોકેટરી 'નામ્બી ઈફેક્ટ' નામ્બી નારાયણન નામના વૈજ્ઞાનિકના જીવન પર આધારિત છે જેઓ ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર છે. નામ્બી નારાયણન પર જાસૂસીનો આરોપ હતો. આ ફિલ્મ આર માધવને લખી છે, તેને ડિરેકટ કરી છે તેને પ્રોડ્યુસ કરી છે અને તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પણ છે. 1 લી એપ્રિલે ફિલ્મ રિલીઝ થવાની છે.

12. ધાકડ-
એપ્રિલ મહિનામાં કંગના રનૌતની ધાકડ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મને રજનીશ ઘાઈએ ડિરેકટ કરી છે. કંગનાની સાથે અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ જોવા મળશે. 8 એપ્રિલે ફિલ્મ રિલીઝ થવાની છે.

13. લાલસિંહ ચડ્ડા-
વર્ષ 2022ની મચ અવેઈટેડ ફિલ્મ લાલસિંહ ચડ્ડા પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જુદો જુદો સમયગાળો દર્શાવાયો છે અને તે સમયગાળામાં બનેલી મોટી ઘટનાઓને આવરી લેવાઈ છે. આમીર ખાન સ્ટારર આ ફિલ્મમાં કરીના કપૂર જોવા મળશે. ફિલ્મની સંભવિત રિલીઝ ડેટ 14 એપ્રિલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news