સુપરહોટ દિશાએ વાતવાતમાં કહી દીધું ફેવરિટ ફિલ્મનું નામ, સાંભળીને કહેશો હૈં !

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની આગામી ફિલ્મ છે સલમાન ખાન સ્ટારર 'ભારત'. દિશા પોતાના હોટ લુક અને અદાઓને કારણે યુવાનોમાં ફેવરિટ છે. હાલમાં દિશાએ વાતવાતમાં એક ઇન્ટવ્યૂમાં પોતાની ફેવરિટ ફિલ્મનું નામ જણાવ્યું હતું જે તેની પર્સનાલિટી સાથે બિલકુલ મેચ નથી થતું. દિશાની ફેવરિટ ફિલ્મ છે રાજ કપૂર સ્ટારર 'મેરા નામ જોકર'. આ ફિલ્મ 8 ડિસેમ્બર, 1970ના દિવસે રિલીઝ થઈ હતી. દિશા તેની આગામી ફિલ્મ 'ભારત'માં પણ સર્કસના અંગ કસરતનો ખેલ કરતી યુવતીનો રોલ ભજવી રહી છે. 
સુપરહોટ દિશાએ વાતવાતમાં કહી દીધું ફેવરિટ ફિલ્મનું નામ, સાંભળીને કહેશો હૈં !

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની આગામી ફિલ્મ છે સલમાન ખાન સ્ટારર 'ભારત'. દિશા પોતાના હોટ લુક અને અદાઓને કારણે યુવાનોમાં ફેવરિટ છે. હાલમાં દિશાએ વાતવાતમાં એક ઇન્ટવ્યૂમાં પોતાની ફેવરિટ ફિલ્મનું નામ જણાવ્યું હતું જે તેની પર્સનાલિટી સાથે બિલકુલ મેચ નથી થતું. દિશાની ફેવરિટ ફિલ્મ છે રાજ કપૂર સ્ટારર 'મેરા નામ જોકર'. આ ફિલ્મ 8 ડિસેમ્બર, 1970ના દિવસે રિલીઝ થઈ હતી. દિશા તેની આગામી ફિલ્મ 'ભારત'માં પણ સર્કસના અંગ કસરતનો ખેલ કરતી યુવતીનો રોલ ભજવી રહી છે. 

ભારતમાં દિશાના કેરેક્ટરનું નામ રાધા છે. જે ફિલ્મમાં સલમાન ખાનની પુત્રીનો રોલ કરી રહી છે. દિશાએ આ ફિલ્મમાં ઘણા સ્ટંટ પણ કર્યા છે. ‘ભારત’ અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આવતા વર્ષે 5 જૂનને રીલિઝ થશે. ફિલ્મમાં સલમાન અને દિશા પટણી ઉપરાંત કટરીના કેફ, તબૂ, સુનીલ ગ્રોવર, જેકી શ્રોફ, નોરા ફતેહી અને આસિફ શેખ જેવા કલાકારો પણ જોવા મળશે.

હાલમાં દિશા ખોટા કારણોસર ચર્ચામાં હતી. હાલમાં એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ રિપોર્ટ પછી હૃતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. આ પછી દિશા પટણીએ પણ પોર્ટલના સમાચારને સાવ ખોટા કહીને હૃતિક રોશનને સજ્જન ઠેરવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news