ખુરશીની નીચે OSCAR TROPHY છુપાવતા કેમેરામાં કેદ થયા આ ડાયરેક્ટર, વાયરલ થયો VIDEO


આ વર્ષે 'જોકર (Jokar)' માટે વોકિન ફીનિક્સને બેસ્ટ અભિનેતા અને રીનિ જેલવેગર (Renée Zellweger)ને ફિલ્મ 'જૂડી' માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
 

ખુરશીની નીચે OSCAR TROPHY છુપાવતા કેમેરામાં કેદ થયા આ ડાયરેક્ટર, વાયરલ થયો VIDEO

નવી દિલ્હીઃ 'ઓસ્કાર 2020 (OSCAR 2020)'નું સમાપન સોમવારે થઈ ગયું છે. આ વર્ષે 'જોકર (Jokar)' માટે વોકિન ફીનિક્સને બેસ્ટ અભિનેતા અને રીનિ જેલવેગર (Renée Zellweger)ને ફિલ્મ 'જૂડી' માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તો બીજીતરફ ઓસ્કારમાં ફિલ્મ 'પેરાસાઇટ'નો પણ દબદબો રહ્યો હતો. આ વર્ષે બેસ્ટ ફિલ્મની સાથે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ પેસારાઇટના નામે રહ્યો હતો. આ વચ્ચે 'જોજો રેબિટ'ના ડાયરેક્ટર તાયકા વેટિટી (Taika Waititi)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ વાયરલ વીડિયોમાં તાયકા તેમની ફિલ્મને મળેલી ટ્રોફીને તેમની સામે બેઠેલી એક મહિલાની ખુરશીની નીચે છુપાવતા જોવા મળી રહ્યાં છે. બ્રાય લારસન દ્વારા ટ્વીટર પર શેર કરાયેલા આ વીડિયો પર લોકો ખુબ કોમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈ તે કહી રહ્યું છે કે આશા કરુ છું કે તે આ ટ્રોફીને છુપાડીને ભૂલી ગયા હશે નહીં, તો કોઈ કહી રહ્યું છે કે ટ્રોફીને યોગ્ય જગ્યાએ રાખી છે. આ સિવાય ઘણી એવી કોમેન્ટ્ આવી રહી છે જેને વાંચીને તમે હસવાનું રોકી શકશો નહીં. 

🎥 Brie Larson via Instagram Story. pic.twitter.com/rpC5tVOVfT

— Brie Larson Online (@blarsononline) February 10, 2020

મહત્વનું છે કે આ વર્ષે કોરિયન ફિલ્મ 'પેરાસાઇટ'એ ઘણી રીતે ઓસ્કારના ઈતિહાસને બદલ્યો છે, કારણ કે જ્યાં બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં વિજેતા બનનાવી પ્રથમ બિન અંગ્રેજી ફિલ્મ છે. તો આ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર જીતનારી પ્રથમ કોરિયન અને પ્રથમ એશિયન ફિલ્મ પણ બની ચુકી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news