ટીવી એન્કર ધીરજ જુનેજાએ શરૂ કરી ZEE TV સાથે શાનદાર ઇનિંગ

આ લાઇવ ગેમ શોમાં સૌથી અનોખી બોલી લગાવીને લોકોએ મોટામોટા ઇનામ જીત્યા છે

ટીવી એન્કર ધીરજ જુનેજાએ શરૂ કરી ZEE TV સાથે શાનદાર ઇનિંગ

નવી દિલ્હી : ઝી ટીવીનો પ્રાઇમ શો 'લગાઓ બોલી' હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગયો છે. 10 નવેમ્બરે આ શોનો છેલ્લો એપિસોડ દેખાડવામાં આવશે. આ લાઇવ ગેમ શોમાં સૌથી ઓછી અને અનોખી બોલી લગાવીને લોકોએ મોટામોટા ઇનામ જીતિ્યા છે. કોઈએ 34 પૈસામાં સ્કૂટી જીતી છે તો કોઈએ 12 રૂપિયામાં કાર મેળવી છે. આ સ્પર્ધામાં સ્પર્ધકને 4 રૂપિયામાં 10 ગ્રામ સોનાનો સિક્કો જીતવાની તક પણ મળી છે. 

આ શોમાં પોતાનું જીઇસી ડેબ્યુ ધીરજ જુનેજા(Dheeraj Juneja)એ કર્યું છે. તેણે આ ટીવી શોને પરિતોષ ત્રિપાઠી તેમજ અનીતા હસનંદાની સાથે મળીને હોસ્ટ કર્યો હતો. આ શોમાં ઇનામની સાથેસાથે હાસ્યનો પણ ડોઝ મળ્યો હતો. આ શોમાં ફરાહ ખાન, હરભજન સિંહ અને શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. આ સ્ટાર્સે ધીરજ સાથે બહુ મસ્તી કરી અને શો પણ લોકોને બહુ પસંદ પડ્યો. 

ધીરજ સ્ટાર સ્પોર્ટસના ક્રિકેટ શોમાં એન્કરિંગ પણ કરે છે. તેણે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો શો MITV હોસ્ટ કર્યો હતો અને એ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ પણ ગયો હતો. વર્લ્ડ કપ પછી તેણે ઓગસ્ટથી લગાઓ બોલીના હોસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ શો રાજ કુંદ્રાએ પ્રોડ્યુસ કર્યો હતો અને તેણે ધીરજને એન્કરિંગનો મોકો આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news