Dharmendra એ લગાવ્યો કોરોના રસીનો પ્રથમ ડોઝ, કહ્યું- ટ્વીટ કરતા કરતા આવ્યો જોશ

બોલિવૂડના વેટરન અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. ધર્મેન્દ્રએ (Dharmendra) તેના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે

Dharmendra એ લગાવ્યો કોરોના રસીનો પ્રથમ ડોઝ, કહ્યું- ટ્વીટ કરતા કરતા આવ્યો જોશ

નવી દિલ્હી: બોલિવૂડના વેટરન અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. ધર્મેન્દ્રએ (Dharmendra) તેના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે તેમણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

વેક્સીન લેતા વીડિયો કર્યો શેર
તાજેતરમાં ધર્મેન્દ્રએ (Dharmendra) કોરોના રસી લેતો એક વીડિઓ શેર કર્યો છે. આ સાથે તેમણે વીડિયો શેર કરતા સમયે ચાહકો માટે એક ખાસ સંદેશ પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે 'હું ટ્વીટ કરતી વખતે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો અને હું કોરોના રસી લેવા નીકળી પડ્યો હતો. તમને જણાવી દઉં કે આ શો ઓફ નથી પરંતુ તે પ્રેરણાદાયક છે.

ધર્મેન્દ્રએ કરી અપીલ
વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ધર્મેન્દ્રને (Dharmendra) નર્સ વેક્સીન લગાવી રહી છે. વેક્સીન લગાવ્યા બાદ ધર્મેન્દ્ર (Dharmendra) નર્સને આશિર્વાદ પણ આપી રહ્યા છે. વીડિયોમાં ધર્મેન્દ્રએ કહ્યું કે, લોકડાઉન છે તો તેનો સંપૂર્ણ રીતે પાલન કરો અને સાથે જ દો ગજ કી દૂરી ઓર માસ્ક હૈ જરૂરી.

— Dharmendra Deol (@aapkadharam) March 19, 2021

પોતાના ફાર્મહાઉસમાં રહે છે ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર (Dharmendra) આ દિવસોમાં તેનો મોટાભાગનો સમય તેમના ફાર્મ હાઉસમાં વિતાવે છે જ્યાં તે ખેતી કરે છે અને તેની સાથે રહેતા પ્રાણીઓની સંભાળ રાખે છે. ધર્મેન્દ્ર તેના ફાર્મ હાઉસમાંથી ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news