84 વર્ષની વયે ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રને મળ્યો ગજબનો આંચકો 

બોલિવૂડના જાણીતા એક્ટર ધર્મેન્દ્રે (Dharmendra) હાલમાં કરનાલમાં પોતાના નવા ઢાબા હી મેન (He Man)નું ઉદ્ઘાટન કર્યું હતું.

84 વર્ષની વયે ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રને મળ્યો ગજબનો આંચકો 

કરનાલ : બોલિવૂડના જાણીતા એક્ટર ધર્મેન્દ્રે (Dharmendra) હાલમાં કરનાલમાં પોતાના નવા ઢાબા હી મેન (He Man)નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે આ ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે. ધર્મેન્દ્રનો આ ઢાબો જિલા પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાસન આ પહેલાં પણ ઢાબાને બે વાર નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ પછી પણ અવૈદ્ય નિર્માણકાર્ય અટક્યું નહોતું. આ સંજોગોમા આખરે ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે. 

— Dharmendra Deol (@aapkadharam) February 16, 2020

ફિલ્મ એક્ટર ધર્મેન્દ્રએ થોડા સમય પહેલાં જ બહુ ધામધૂમથી ધાબાનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પોસ્ટરમાં ધર્મેન્દ્રના અનેક પોસ્ટર્સ લાગેલા છે અને એ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હકીકતમાં આ જગ્યા ન્યૂ વર્લ્ડ હોટેલની છે અને એને હી મેન ઢાબાના માલિકે લીઝ પર લીધી હતી. આ જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આખરે આજે પ્રશાસને ઢાબાને સીલ કરી દીધો છે. 

મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. આ પહેલાં પણ મુંબઈ, દિલ્હી અને મુરથલમાં પણ તેમની રેસ્ટોરાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news