કેરલમાં 3 વર્ષના બાળકમાં કોરોના વાયરસની પુષ્ટિ, ભારતમાં અત્યાર સુધી 40 કેસ
કેરલ (Kerala)માં એક 3 વર્ષીય બાળક કોરોના વાયરસ (Coronavirus) પોઝિટીવ જોવા મળ્યો છે. તેને હાલમાં જ ઇટલી (Italy)ની યાત્રા કરી હતી. બાળકોને એર્નાકુલમ મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 40 થઇ ગઇ છે.
Trending Photos
કેરલ: કેરલ (Kerala)માં એક 3 વર્ષીય બાળક કોરોના વાયરસ (Coronavirus) પોઝિટીવ જોવા મળ્યો છે. તેને હાલમાં જ ઇટલી (Italy)ની યાત્રા કરી હતી. બાળકોને એર્નાકુલમ મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 40 થઇ ગઇ છે.
આ પહેલાં પહેલાં રવિવારે કેરલમાં કોરોના વાયરસના પાંચ નવા કેસ સામે આવ્યા હતા. કેરલના સ્વાસ્થ્ય મંત્રી કે.કે શૈલજાએ રવિવારે કહ્યું હતું, 'કોરોના વાયરસના 5 નવા પોઝિટિવ કેસને અહીં આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ત્રણ લોકો ઇટલીથી પરત ફર્યા હતા. પતનમથિટ્ટા જિલ્લામાં વધુ બે લોકોને આ બિમારી થઇ છે.
Kerala: One 3-year-old child who recently travelled to Italy has been tested positive for #CoronaVirus. The child has been kept in isolation ward at Ernakulam Medical College pic.twitter.com/CVSD5Hn5AS
— ANI (@ANI) March 9, 2020
તેમણે કહ્યું હતું કે અમે તેમના સંપર્કમાં આવનાર લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. બીજા દેશોમાંથી આવનાર લોકોની આ જવાબદારી હોવી જોઇએ કે તે જ્યારે ભારત પહોંચે ત્યારે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવે. આ ઉપરાંત તમિલનાડુમાં પણ એક કોરોના વાયરસ પોઝિટિવ એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે