Dhadak trailer : પહેલી જ ફિલ્મમાં જ્હાન્વી અને ઇશાનનો કિસિંગ સીન, જોઈ લો જોડીની જમાવટ

'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે

Dhadak trailer : પહેલી જ ફિલ્મમાં જ્હાન્વી અને ઇશાનનો કિસિંગ સીન, જોઈ લો જોડીની જમાવટ

નવી દિલ્હી : શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરને ચમકાવતી 'ધડક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જ્હાન્વીની આ પહેલી ફિલ્મ પર  બધાની નજર મંડાયેલી છે. 'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મનું ડિરેક્શન શશાંક ખૈતાને કરેલું છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જ્હાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે. 

મરાઠી ફિલ્મ 'સૈરાટ' પણ સુપરહીટ સાબિત થઈ હતી

'ધડક' એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવેલી છે અને 20 જુલાઈ, 2018ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જ્હાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news