આજે પ્રિયંકા-નિકના ક્રિશ્ચિયન વિધિથી લગ્ન? લગ્ન પહેલાં બંનેના પરિવારોનો હટકે પ્લાન

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરના દિવસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન છે.

આજે પ્રિયંકા-નિકના ક્રિશ્ચિયન વિધિથી લગ્ન? લગ્ન પહેલાં બંનેના પરિવારોનો હટકે પ્લાન

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરના દિવસે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન છે. DNAના રિપોર્ટ પ્રમાણે ગઈ કાલે રાત્રે આ જોડીની સંગીત સંધ્યા હતી અને આજે તેમના ક્રિશ્ચિયન વિધિથી લગ્ન છે. એક સમાચાર પ્રમાણે આ લગ્ન પહેલાં પ્રિયંકા અને નિકનો પરિવાર સાથે મળીને ક્રિકેટ મેચ રમવાનો છે. 

DNAના રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા અને નિકનો પરિવાર ક્રિકેટર રમશે. તેમની ટીમના નામ અનુક્રમે 'P' અને 'N' રાખવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આજે પ્રિયંકાની હલ્દી વિધિ થશે અને પછી તેના ક્રિશ્ચિયન વિધિથી લગ્ન થશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાના લગ્નમાં 250 જેટલા મહેમાનો હાજરી આપવાના છે. 

પ્રિયંકાના લગ્નમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે હજી સુધી એક પણ વિધિની તસવીરો કે વિડિયો ઓનલાઇન લિક નથી થયા. આ વર્ષે 2018માં અનેક સેલિબ્રિટીઓના લગ્ન થયા છે. સોનમ કપૂર-આનંદ આહુજા તેમજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ચર્ચાની હેડલાઇનમાં રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news