DeepVeer : વાઇરલ બની દીપિકા-રણવીરની લગ્નના કાર્ડની ભુલો !
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવ બર્ડસની લગ્નની તારીખ ફાઇનલ થઈ ગઈ છે
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડના રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દિવાળી પછી લગ્નના બંધનમાં બંધાવાના છે. રણવીર અને દીપિકાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી લગ્નનું હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઇન્વિટેશન કાર્ડ દુનિયાને દેખાડવામાં આવ્યું છે. જોકે આ હિન્દી કાર્ડમાં રહેલી કેટલીક ભુલોને કારણે સોશિયલ મીડિયામાં એની ભરપુર મજાક ઉડી રહી છે.
બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારના સદસ્યો જ સામેલ થશે. દીપિકા અને રણવીરના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના પરિવારમાં ગિફ્ટ્સ એક્સચેન્જનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. દીપિકા શોપિંગમાં વ્યસ્ત બની છે. થોડા સમય પહેલા જ તે એક જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદતી જોવા મળી હતી.
ઈન્વિટેશન કાર્ડમાં લખ્યું છે કે, તમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે, અમારા પરિવારના આર્શીવાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ નક્કી થયા છે. આટલા વર્ષોથી જે સ્નેહ અને પ્રેમ તમારા તરફથી મળ્યો છે, તેના માટે અમે તમારા આભારી છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે