પ્રશંસકોનો ઈંતેજાર સમાપ્ત, આવી ગયા દીપિકા-રણવીરના લગ્નના ફોટા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ઈચ્છા હતી કે તેમનાં લગ્નનો પ્રથમ ફોટો તેઓ જાતે જ પ્રશંસકો સમક્ષ રજૂ કરે. આ કારણે લગ્નમાં હાજર રહેલા મહેમાનોને પણ સુચના અપાઈ હતી કે તેઓ એક પણ ફોટો સોશિયલ મીડિયા પર જાહેર ન કરે. 

પ્રશંસકોનો ઈંતેજાર સમાપ્ત, આવી ગયા દીપિકા-રણવીરના લગ્નના ફોટા

નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પ્રશંસકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી પહોંચી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનો પ્રથમ ફોટો બહાર આવી ગયો છે. કોંકણી અને સિંધી રીત-રિવાજ સાથે થયેલા આ લગ્ન અંગે અનેક વિગતો હાજર રહેલા મહેમાનો પાસેથી સત મળી રહી હતી. 

તેમ છતાં લોકો આ યુગલને પરિણય સૂત્રમાં બંધાતા જોવા માગતા હતા. પ્રશંસકોની આતુરતાને વધારાવાનું કામ દીપિકા અને રણવીરે જ કર્યું હતું. તેમણે લગ્નના એક પણ રિવાજનો કોઈ પણ ફોટો લીક ન થાય તેના માટે તેમણે પુરતી વ્યવસ્થા કરી રાખી હતી. 

હકીકતમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ઈચ્છા હતી કે તેમનાં લગ્નનો પ્રથમ ફોટો તેઓ જાતે જ પ્રશંસકો સમક્ષ રજૂ કરે. આ કારણે લગ્નમાં હાજર રહેલા મહેમાનોને પણ સુચના અપાઈ હતી કે તેઓ એક પણ ફોટો સોશિયલ મીડિયા પર જાહેર ન કરે. 

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને પ્રશંસકોએ 'દીપવીર' નામ આપ્યું છે. આ યુગલે પોત-પોતાના ધર્મ પ્રમાણે બે રીતે લગ્ન કર્યા હતા. બંનેએ એક દિવસ પહેલા 14 નવેમ્બર, બુધવારે કોંકણી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 15 નવેમ્બર, ગુરૂવારે એટલે કે આજે તેમણે ઈટાલીમાં સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. 

સિંધી રીત-રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દુલ્હન બનેલી દીપિકા પાદુકોણે લાલ રંગનો લહેંઘો અને ચૂંદડી પહેરી હતી. રણવીર સિંહ પણ લાલ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો. બંનેના લગ્નના આ ડ્રેસની ડિઝાઈન ડિઝાઈનર સબ્યસાચીએ બનાવી હતી.

દીપિકા માટે ખાસ ચૂંદડી
દુલ્હન દીપિકા પાદુકોણ માટે રણવીરના પરિવારજનોએ એક વિશેષ ચૂંદડી બનાવડાવી હતી. લાલ રંગની આ ચૂંદડીમાં 'સદા સૌભાગ્યવતી ભવઃ' લખવામાં આવેલું છે. બોલિવૂડનું આ હોટ યુગલ લગ્નની ચોરીમાં ખુશખુશાલ જણાતું હતું. 

दुल्हन बनी दीपिका पादुकोण की चुनरी पर आर्शीवाद के रूप में लिखे ये शब्द...

ઉલ્લેખનીય છે કે, 'રામ-લીલા', 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી મેગાબજેટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા દીપિકા અને રણવીર 10 ઓક્ટોબરના રોજ ઈટાલી જવા રવાના થયા હતા. આ દરમિયાન બંનેએ સફેદ રંગના કપડા પહેર્યા હતા. આ બંનેએ ઈટાલીમાં આવેલા લેક કોમો ખાતે લગ્નસમારોહનું આયોજન કર્યું હતું, જેમાં કેટલાક અંગત મહેમાનોને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. 

રણવીર અને દીપિકાના લગ્નમાં મહેમાનોને ખાસ ફૂડ પીરસાયું હતું. દીપિકા સાઉથ ઈન્ડિયન છે અને આથી તેના લગ્નમાં મહેમાનોના સ્વાગત માટે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાસ તૈયાર કરાયું હતું. દીપિકા મેંગલુરુથી હોવાના કારણે સાઉથ ઈન્ડીયન ફૂડ તૈયાર કરવા ખાસ કર્ણાટકથી શેફ બોલાવાય હતા. મેન્યૂમાં પુરણ પોળી અને રસમ જેવા વ્યંજનો હતા.

લગ્ન બાદ હવે 21 નવેમ્બરે બેંગલુરુમાં અને 28 નવેમ્બરના રોજ મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news