અભિનેત્રી Deepika Padukone કોરોના પોઝિટિવ, તેમનો પરિવાર પણ છે સંક્રમિત
મીડિયા અહેવાલ પ્રમાણે અભિનેત્રી દીપિકા પાદુકોણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તે હાલ પોતાના પરિવારની સાથે બેંગલુરૂમાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (deepika padukone) નો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે દીપિકા પાદુકોણ કોરોના વાયરસનો શિકાર થઈ ગઈ છે. ત્યારબાદ તેણે ખુદને ક્વોરન્ટાઇન કરી લીધી છે. અહેવાલ પ્રમાણે દીપિકા આ સમયે પોતાના પરિવારની સાથે બેંગલુરૂમાં છે. જ્યાં દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ હોસ્પિટલમાં દાખલ છે. તો તેમના માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન અનીષા પાદુકોણ પણ કોરોના પોઝિટિવ બાદ આઇસોલેટેડ છે.
પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી દીપિકાએ સત્તાવાર રીતે કરી નથી. પરંતુ દીપિકા પાદુકોણ પાછલા મહિને રણવીરની સાથે એરપોર્ટ પર સપોટ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા બેંગલુરૂ ગઈ છે. તો સેલિબ્રિટી જર્નલિસ્ટ વિરલ ભાયાણીએ પણ એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે દીપિકાની એક તસવીર શેર કરી છે, તેની સાથે કેપ્શનમાં લખ્યું, માતા, પિતા અને બહેન બાદ દીપિકા પાદુકોણ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ફેન્સ તેના જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે.
મહત્વનું છે કે સૌથી પહેલા IIFA ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ વાતની સૂચના મળી છે. IIFA એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે- દીપિકા પાદુકોણનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દીપિકાના જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. આ ટ્વીટ બાદ દીપિકાના ફેન્સની ચિંતા વધી ગઈ છે અને સોશિયલ મીડિયા પર લોકો અભિનેત્રી જલદી સ્વસ્થ હોવાની કામના કરી રહ્યાં છે.
#DeepikaPadukone has tested positive for Covid-19.
Get well soon, Deepika!#IIFA #Bollywood pic.twitter.com/RnD635WrKY
— IIFA (@IIFA) May 4, 2021
ઉલ્લેખનીય છે કે આ પહેલા દીપિકા પાદુકોણનો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ હોસ્પિટલમાં દાખલ છે. માતા ઉજ્જલા પાદુકોણ અને બહેન અનીશા પાદુકોણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે