રણવીર સિંહની સાથે ગોવાથી મુંબઈ પહોંચી દીપિકા પાદુકોણ, શનિવારે NCB કરશે પૂછપરછ


ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવ્યું તે ફેન્સ માટે શોકિંગ રહ્યું હતું. દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. ક્વાન કંપનીની મેનેજર કરિશ્માની સાથે દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. 
 

રણવીર સિંહની સાથે ગોવાથી મુંબઈ પહોંચી દીપિકા પાદુકોણ, શનિવારે NCB કરશે પૂછપરછ

મુંબઈઃ ડ્રગ્સ મામલામાં સામે આવેલા નામોમાંથી દીપિકા પાદુકોણ સૌથી મોટું નામ છે. તે બોલીવુડની એ-લિસ્ટર અભિનેત્રીમાં સામેલ છે. ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણની 26 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે. દીપિકાએ એનસીબીને સમન્સનો જવાબ આપતા જણાવ્યું કે, તે કાલ એટલે કે શુક્રવારે એનસીબી ઓફિસ જશે નહીં. તે શનિવારે ઓફિસ પહોંચશે. 

દીપિકા પાદુકોણ ગોવાથી મુંબઈ પહોંચી ગઈ છે. દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ પણ છે. એરપોર્ટ પર જડબેસલાક સુરક્ષા છે, તો તેના ઘર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

According to NCB, Padukone has submitted to join the investigation on 26th September, in connection with a drug case related to Sushant Singh Rajput death pic.twitter.com/wN8bOcYn6s

— ANI (@ANI) September 24, 2020

સામે આવી હતી દીપિકાની ડ્રગ્સ ચેટ
ડ્રગ્સ કેસમાં દીપિકાનું નામ સામે આવ્યું તે ફેન્સ માટે શોકિંગ રહ્યું હતું. દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. ક્વાન કંપનીની મેનેજર કરિશ્માની સાથે દીપિકાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. ચેટમાં દીપિકા કરિશ્માને પૂછી રહી હતી કે- માલ ક્યા હૈ?  હવે દીપિકાએ એનસીબીની સામે ડ્રગ્સને લઈને સવાલોના જવાબ આપવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news