Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ 

દીપિકા પાદુકોણ હાલમાં પોતાની નવી ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે

Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ 

મુંબઈ : બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં પોતાની આગામી ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક વિક્ટિમનો રોલ ભજવી રહી છે. હાલમાં દીપિકા આખી ટીમ સાથે શૂટિંગ માટે દિલ્હી આવી હતી. આ શૂટિંગ શેડ્યુલના વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થયા છે. 

બોલિવૂડ લાઇફને મળેલી ખાસ જાણકારી પ્રમાણે દીપિકા 'છપાક' પછી ફિલ્મી પડદાથી દૂર થઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકાએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે અને હવે તે પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. દીપિકા હવે પરિવારને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા લગ્ન પછી ખુશ છે. હાલમાં રણવીર અને દીપિકાએ આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લીધો. હાલમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને આ કમિટમેન્ટ પુરું કર્યા પછી જ બંને આ મામલે નિર્ણય લેશે. 

લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે દીપિકા અને રણવીર હવે ફિલ્મ '83' માં દેખાશે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી પાક્કી થઇ ચૂકી છે. આ ફિલ્મ અંગે જણાવતાં સુત્રો કહે છે કે, દીપિકાએ કબીર ખાનની ફિલ્મ 83 માટે ફાઇનલ કરી દીધું છે. આ ફિલ્મમાં એક મોટી સ્ટારકાસ્ટ છે અને હવે દીપિકાએ પણ આ ફિલ્મ માટે હા કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news