Oscars 2023: 'નાટુ નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળતાં જ દીપિકાની આંખમાંથી આંસુ છલકાઇ આવ્યાં, જુઓ વીડિયો

Oscar 2023: જ્યારે ઓસ્કાર 2023માં નાટુ નાટુએ બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ખિતાબ જીત્યો ત્યારે દીપિકા પાદુકોણ ભાવુક થઇ ગઇ હતી અને તેની આંખોમાંથી આંસુ છલકાઇ આવ્યા હતા. RRRના સોન્ગે આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે.
 

Oscars 2023: 'નાટુ નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળતાં જ દીપિકાની આંખમાંથી આંસુ છલકાઇ આવ્યાં, જુઓ વીડિયો

Oscars 2023 Naatu Naatu Live Performance: Oscars 2023 એ વિશ્વના સૌથી મોટા પુરસ્કારો છે જે કોઈપણ ફિલ્મ કલાકાર મેળવી શકે છે અને આ પુરસ્કારો આ ઈન્ડસ્ટ્રી માટે સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. આ વખતે ઓસ્કાર ભારતીયો માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે ભારતને કુલ ચાર નોમિનેશન મળ્યા છે અને એટલું જ નહીં, દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય છે જે આ વર્ષે ઓસ્કારની પ્રસ્તુતકર્તાઓની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે દીપિકા થોડા સમય પહેલા ઓસ્કારના મંચ પર આવી અને તેણે RRRના નાટુ નાટુ ના લાઈવ પરફોર્મન્સની જાહેરાત કરી. આવો જાણીએ આ વિશે વધુ...

દીપિકાએ Naatu Naatuના લાઈવ પરફોર્મન્સની જાહેરાત કરી
દીપિકા પાદુકોણ બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં તેના ફોટા શેર કરી રહી હતી, પરંતુ બધા તે ફોટાની રાહ જોઈ રહ્યા હતા જેમાં હસીના ઓસ્કાર 2023ના મંચ પર ઉભી હોય. જણાવી દઈએ કે દીપિકા સ્ટેજ પર આવી અને જબરદસ્ત હૂટિંગ સાથે તેનુ સ્વાગત કરવામાં આવ્યું. દીપિકાએ નાતુ નાતુ ગીતના લાઈવ પરફોર્મન્સની જાહેરાત કરી.

— Tara (@sarphiriiiii) March 13, 2023

RRR ફિલ્મના નાટુ નાટુ સોન્ગે ઓસ્કાર 2023 માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ જીત્યો. આ સમયે દીપિકા પાદુકોણ તેના આંસુ રોકી શકી ન હતી. 95મા એકેડેમી એવોર્ડ્સમાં નાટુ નાટુ પર પરફોર્મન્સ રજૂ કરનાર એક્ટ્રેસ અન્ય ઉપસ્થિત લોકો સાથે ઓડિયન્સ બેઠી હતી અને જ્યારે એમએમ કીરાવાણી સ્ટેજ પર આવ્યા અને એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દીપિકાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. ઈમોશનલ દીપિકાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

— Team DP Malaysia (@TeamDeepikaMY_) March 13, 2023

નાટુ નાટુના લાઈવ ડાન્સ પરફોર્મન્સને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું 
ઓસ્કારમાં નાટુ નાટુના લાઈવ ડાન્સ પરફોર્મન્સને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સ્ટેજ પર એ જ સેટઅપ તૈયાર કરવામાં આવ્યો હતો જે રીતે ફિલ્મના ગીતમાં કરવામાં આવ્યો હતો, ડાન્સર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆરના કપડામાં સજ્જ હતા અને તેઓએ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ પછી ડોલ્બી થિયેટરમાં બેઠેલા તમામ લોકો તાળીઓ પાડીને ઉભા થયા હતા, એટલે કે આ પરફોર્મન્સને મહેમાનો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news