આ ટોપ અભિનેત્રીનો હચમચાવી નાખતો ખુલાસો, કાચી ઉંમરમાં મળી સ્તન સર્જરી કરાવવાની સલાહ

ઈન્ટરવ્યુમાં બોલીવુડની આ ટોપ એક્ટ્રેસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. 

આ ટોપ અભિનેત્રીનો હચમચાવી નાખતો ખુલાસો, કાચી ઉંમરમાં મળી સ્તન સર્જરી કરાવવાની સલાહ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને જો ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક કહીએ તો જરાય ખોટું નહીં હોય. કદ કાઠીથી લઈને સુંદરતામાં તેનો કોઈ જવાબ નથી. પરંતુ મનોરંજન જગતમાં એન્ટ્રી કરતી વખતે દીપિકાએ પણ પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એકવાર તો એને એવી સલાહ અપાઈ હતી કે તે હજુ પણ ભૂલી નથી. 

દીપિકાને મળી આ સલાહ
દીપિકા પાદુકોણની હાલમાં જ 'ગહરાઈયા' ફિલ્મ રિલીઝ થઈ અને આ ફિલ્મના પ્રમોશનમાં અભિનેત્રીએ જીવ રેડી દીધો. આ મૂવીમાં લોકોએ અભિનેત્રીના અભિનયના પણ ખુબ વખાણ કર્યા. દીપિકાએ આ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ઘણું નામ કમાઈ લીધુ છે. પરંતુ અભિનેત્રીએ આ મુકામ સુધી પહોંચવા માટે ખુબ મુશ્કેલીઓ પણ ભોગવી છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે દીપિકાને માત્ર 18 વર્ષની ઉંમરે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટની સલાહ મળી હતી. 

શાહરૂખ આપી છે સારી સલાહ
આ વાત એક ઈન્ટરવ્યું દરમિયાન તેણે જણાવી હતી. આ ઈન્ટરવ્યુમાં દીપિકાએ અનેક વાતોનો ખુલાસો કર્યો. દીપિકાએ કહ્યું કે શાહરૂખ ખાન સારી સલાહ આપે છે અને હું તેમની પાસેથી ઘણું શીખી છું. એક ખુબ જરૂરી સલાહ તેમણે મને આપી હતી કે હંમેશા એ લોકો સાથે કામ કરવું જેને તમે જાણતા હોવ કે સમય સારો પસાર થશે. કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવી રહ્યા હોવ તો તમે જિંદગી પણ જીવી રહ્યા છો. યાદો બનાવી રહ્યા છો અને અનુભવ પણ મેળવી રહ્યા છો. 

સલાહને ગંભીરતાથી લેતી નથી
દીપિકા પાદુકોણે સૌથી ખરાબ સલાહ અંગે પણ જણાવ્યું. તેણે કહ્યું કે મને જે સૌથી ખરાબ સલાહ મળી હતી તે હતી બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટની. હું 18 વર્ષની હતી અને હું ઘણીવાર સ્તબ્ધ પણ થઈ જઉ છું કે કેવી રીતે મે આ વાતને ગંભીરતાથી ન ગણીને સમજદારી દેખાડી અને કોઈ પણ પ્રકારની સર્જરી કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ ન કરાવ્યું. 

દીપિકાની કરિયર
દીપિકા પાદુકોણની કરિયરની વાત કરીએ તો તેણે 2007માં શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં ડગ માંડ્યા હતા. દીપિકાએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી અને પોતાનું સ્થાન મજબૂત કર્યું. હાલમાં જ તેની ફિલ્મ ગહરાઈયા રિલીઝ થઈ. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કરવા જોવા મળે છે. ફિલ્મમાં સિદ્ધાંત સાથે દીપિકાએ ઈન્ટીમેટ સીન આપીને ખળભળાટ મચાવી દીધો. દર્શકોમાં પણ દીપિકાની આ ફિલ્મ ખુબ ચર્ચાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news