રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી

ભારતમાં 1,948 જેટલી વ્યક્તિઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો

રણવીર સાથે લગ્ન કરતા જ દીપિકાને લાગી મોટી લોટરી, બીજી હિરોઇનો ઇર્ષામાં થશે લાલપીળી

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણને દેશની સૌથી પ્રભાવશાલી વ્યક્તિઓ ગણાવવામાં આવી છે. યુગોવાના પ્રભાવશાળી હસ્તીઓના સુચકાંક 2018માં આ માહિતી જાહેર કરવામા આવી છે. આ સુચકાંક આંતરરાષ્ટ્રીય ડેટા એનાલિટિક્સ કંપની યુગોવ દ્વારા ઓનલાઇન ભેગા કરવામાં આંકડાઓના આધારે જાહેર કરવામાં આવ્યો છે. આ એનાલિસીસમાં બોલિવૂડ અને સ્પોર્ટના ફિલ્ડની લગભગ 60 સેલિબ્રિટીઓ વિશે લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. 

ભારતમાં 1,948 જેટલી વ્યક્તિઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આમાં કલાકાર અને ખેલાડીઓના ક્ષેત્રોમાં પ્રભાવ, જાગૃતિ અને સમાનતા જેવા મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. યુગોવે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ટોપ 10 સ્થાનમાં બોલિવૂડ એક્ટર્સ અન રમતવીરોનો દબદબો છે પણ એમાં દીપિકા પાદુકોણ પોતાનું સ્થાન બનાવી શકી છે. 

આ લિસ્ટમાં પહેલાં સ્થાન પર અમિતાભ બચ્ચન, બીજા પર દીપિકા પાદુકોણ, ત્રીજા પર મહેન્દ્ર સિંહ ધોની અને ચોથા સ્થાન પર સચિન તેન્ડુલકર છે. યાદીમાં અક્ષયકુમારને પાંચમું, વિરાટને છઠ્ઠું, આમિર ખાનને સાતમું તેમજ શાહરૂખ ખાનને આઠમું સ્થાન મળ્યું છે. હિરોઇનોની વાત કરીએ તો આલિયા ભટ્ટ નવમા અને પ્રિયંકા ચોપડા દસમા સ્થાન પર છે. આ લિસ્ટમાં ઓલિમ્પિક પદક વિજેતા ખેલાડી પી.વી. સિંધુને 15મું સ્થાન મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news