અજય દેવગનના પિતા વીરુ દેવગનનું હાર્ટ એટેકના કારણે નિધન

વીરૂ દેવગનની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર તરીકે થતી હતી. તેમને સારવાર માટે મુંબઈની સાંતાક્રુઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

અજય દેવગનના પિતા વીરુ દેવગનનું હાર્ટ એટેકના કારણે નિધન

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા વીરુ દેવગનનું 27 મેના દિવસે સવારે હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ નિધન કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. વીરુ દેવગનના અંતિમ સંસ્કાર આજે સાંજે છ વાગે કરવામાં આવશે. વીરૂ દેવગન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં અને મુંબઈની સાંતાક્રુઝ હોસ્પિટલમાં દાખલ હતાં. 

વીરુ દેવગનનાં એક્શન ડિરેક્શનવાળી જાણીતી ફિલ્મોમાં મિસ્ટર નટવરલાલ, હિંમતવાલા,ક્રાંતિ, ત્રિદેવ, ફૂલ ઔર કાંટે, પુકાર, મિસ્ટર ઈન્ડિયા, શહેનશાહનો સમાવેશ થાય છે. ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મથી અજય દેવગને બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. વીરુ દેવગને 1999માં ‘હિન્દુસ્તાન કી કસમ’ ફિલ્મમાં દિગ્દર્શનની કામગીરી પણ બજાવી હતી.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ દુખદ સમાચારની જાણકારી આપીને દેવગન પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. 

— taran adarsh (@taran_adarsh) May 27, 2019

બોલિવુડના સૌથી જાણીતા એક્શન ડાયરેક્ટર પૈકીના એક વીરુ દેવગન પંજાબના અમૃતસરના હતા. એમણે બોલિવુડની 80થી વધુ ફિલ્મોમાં એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. વીરુ દેવગનની આ યાત્રાની શરૂઆત 1957માં થઈ. વીરુ દેવગનને સિનેમા સાથે ખૂબ પ્રેમ હતો અને એટલે જ તેમણે બોલિવૂડમાં આવીને નસીબ અજમાવાનું નક્કી કર્યું. વીરુ દેવગન પોતાના સમયના જબરદસ્ત ફાઈટ માસ્ટર હતા. વીરુએ વીણા દેવગન સાથે લગ્ન કર્યા હતા. વીરૂ દેવગણના 4 સંતાનો છે. અજય દેવગણે તેમના પિતાનું સપનું સાકાર કર્યું અને હીરો બન્યા. જ્યારે બીજા પુત્ર અનિલ દેવગણ ડાયરેક્શન અને પ્રોડક્શનનું કામ કરે છે. વીરુ દેવગણ 1974-1999 સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news