Kiss Controversy: બોલિવુડની એવી કિસ જેણે વિવાદ સર્જ્યો, કરીના કપુર થી માંડીને દિપીકાના નામ છે આ યાદીમાં

બોલિવુડ અને વિવાદો વચ્ચે ખુબ જ ગાઢ સંબંધ રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોનાં નામ અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. એવા જ વિવાદોમાંથી કેટલાક વિવાદ કિસિંગ અંગેના પણ છે. 

Kiss Controversy: બોલિવુડની એવી કિસ જેણે વિવાદ સર્જ્યો, કરીના કપુર થી માંડીને દિપીકાના નામ છે આ યાદીમાં

મુંબઇ : બોલિવુડ અને વિવાદો વચ્ચે ખુબ જ ગાઢ સંબંધ રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોનાં નામ અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. એવા જ વિવાદોમાંથી કેટલાક વિવાદ કિસિંગ અંગેના પણ છે. 

કરીના કપુર અને બિપાશા કિસિંગ
IIFA એવોર્ડની પ્રેસ કોન્ફરન્સમાં બિપાશા અને કરીના વિવાદમાં આવ્યા હતા. બિપાશા, કરીનાનાં ગાલ પર કિસ કરવા જઇ રહી હતી પરંતુ બંન્નેનાં હોઠ સામસામે ટકરાઇ ગયા અને ત્યાર બાદ આ લિપ કિસ બની ગઇ હતી. 

શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેર
દિલ્હીનાં એક એડ્સ અવેરને ફંક્શન દરમિયાન હોલિવુડ એક્ટરે શિલ્પા શેટ્ટીને અચાનક જ કી કરીને બધાને શોક કરી દીધા હતા. રિચર્ડે પહેલા શિલ્પાને પહેલા હગ કર્યું અને પછી પાછળની તરફ ધકેલીને કિસ કરી લીધી હતી. જેના કારણે શિલ્પા પણ થોડા સમય માટે અસહજ થઇ ગઇ હતી. 

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા
વર્ષ 2013 માં દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાનાં કિસ કરવા અંગે ખુબ જ વિવાદ થયો હતો. આ ત્યા સુધીની વાત છે જ્યારે દીપિકા, સિદ્ધાર્થ સાથે IPL મેચ જોવા ગઇ હતી. RCB ની મેચ KKR સામે હતી. જે જીતી ગયા બાદ સિદ્ધાર્થે તમામ લોકોની સામે જ દિપિકાને કિસ કરી હતી. આ વાતની ચર્ચા લાંબા સમય સુધી ચાલી હતી. 

બિપાશા અને ક્રિ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગીઝ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુની કિસનો કિસ્સો પણ એક સમયે ખુબ જ વિવાદમાં રહ્યો હતો. વર્ષ 2007માં આ ફોટો વાયરલ થઇ હતી અને તેના પર અનેક સવાલો ઉઠ્યા હતા. 

કરીના અને શાહીદ કપુર
શાહિદ અને કરીના કપુર, બોલિવુડનાં સૌથી પોપ્યુલર અને પ્રેમ કપલ્સમાં એક હતા. બંન્નેના સંબંધો અને બ્રેકઅપ ખુબ જ મોટો ઝટકો આપ્યો હતો. જો કે તેના કરતા પણ વધારે ચોંકાવનારી બાબત હતી કે બંન્નેની એક કિસ કરતી તસ્વીર ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ હતી. આ ઉપરાંત બીજો એક વીડિયો પણ વાયરલ થઇ તેમાં કરીના કપુર સ્ટ્રિપ કરી રહી હતી. 

મહેશ ભટ્ટ અને પુજા ભટ્ટ
બોલ્ડ ફિલ્મો બનાવવા માટે જાણીતા મહેશ ભટ્ટ પોતાનાં જીવનમાં પણ ખુબ જ બોલ્ડ રહ્યા છે. તેમાંથી જ એક કિસ પોતાની જ પુત્રી પુજા ભટ્ટ સાથેના ફોટોશુટનો રહ્યો હતો. સ્ટારડમ મેગેઝીન કવર માટે કરાવાયેલા આ શૂટ ખુબ જ વિવાદિત બન્યો હતો. જો કે ત્યાર બાદ મહેશ ભટ્ટે તેને ખોટો ઠેરવી દીધો હતો. 

મીકા સિંહ અને રાખી સાવંત
મીકા સિંહ અને રાખી સાવંતનો કિસિંગ વિવાદ પણ ખુબ જ ચગ્યો હતો. 2006માં એક પાર્ટી દરમિયાન મીકાએ રાખીને અચાનક જ કિસ કરી હતી. ત્યાર બાદ રાખીએ તેના પર શારીરિક પ્રતાડનનો કેસ પણ કર્યો હતો. આજે પણ લોકો મીકાને આ અંગે સવાલ પુછે છે. 

પ્રતિક બબ્બર અને એમી જેક્સન
એક સમયે પ્રતીક બબ્બર અને એમી જેક્સનનાં અફેરની ચર્ચા ચાલી રહી હતી. જો કે બંન્નેએ આ વાતને ખોટી ગણાવી હતી. આ તરફ બંન્ને કિ કરતી તસ્વીર ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ હતી. ત્યાર બાદ બંન્નેના સંબંધોનું સત્ય તમામ લોકોની સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news