ફુલ એક્શનમાં CBI: Sushantના મોતનો સૌથી મોટો સાક્ષી, હવે ખુલશે એક-એક રાઝ!
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપઘાત કેસમાં સીબીઆઇ (CBI)એ ખુબ જ પ્રોફેશનલ રીતથી કામ શરૂ કર્યું છે. એક-એક સાક્ષી, એક-એક પુરાવાની સીબીઆઇ ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે. સીબીઆઇના સૌથી સારા ઇનવેસ્ટિગેટિવ ઓફિસર્સ આ મામલે તપાસ કરી રહ્યાં છે.
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આપઘાત કેસમાં સીબીઆઇ (CBI)એ ખુબ જ પ્રોફેશનલ રીતથી કામ શરૂ કર્યું છે. એક-એક સાક્ષી, એક-એક પુરાવાની સીબીઆઇ ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે. સીબીઆઇના સૌથી સારા ઇનવેસ્ટિગેટિવ ઓફિસર્સ આ મામલે તપાસ કરી રહ્યાં છે. આ કેસમાં સીબીઆઈએ તેની પકડ કડક કરવાનું શરૂ કરી દીધું છે. જે રીતે સીબીઆઇ કામ કરી રહ્યું છે તેનાથી એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં સુશાંત સિંહના મોતના રાઝનો ખુલાસો થઈ જશે. પોલીસ સાક્ષીઓથી સતત પૂછપરછ કરી રહી છે. સુશાંતના કુકની ગઇકાલે લાંબી પૂછપરછ કરવામાં આવી છે.
આગામી 10 દિવસ સુશાંત કેસ માટે ઘણા મહત્વના છે. પૂછપરછ સતત ચાલી રહી છે. તેમાં સૌથી જરૂરી છે બાંદ્રામાં સુશાંત સિંહના તે ફ્લેટની તપાસ કરવી જ્યાં સુશાંત સિંહનો મૃતદહે મળ્યો હતો. CBIની ટીમ સુશાંતના ફ્લેટ પર જઇ સંપૂર્ણ ક્રાઇમ સીનનું રિક્રિએશન કરી શકે છે. તેના માટે સીબીઆઇએ સ્પેશિયલ 6 લોકોની ટીમ બનાવી છે.
આ 6 લોકો સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ (CFSL)ના વૈજ્ઞાનિક છે. આ તે પુરાવાને ભેગા કરે જેને મુંબઇ પોલીસે અવગણ્યા હતા. તેમાં ફિઝિક્સના 3 વૈજ્ઞાનિક ક્રાઇમ સીનનું રિક્રિએશન કરશે. કેમેસ્ટ્રીના 3 વૈજ્ઞાનિક તે અદ્રશ્ય પુરાવાની શોધ કરશે જેને સમાન્ય રીતે FSLની ટીમ અવગણના કરે છે. વૈજ્ઞાનિક સુશાંતના ખાવાની જાણકારી મેળવશે. CFSLની બનાવેલી રિપોર્ટની તપાસ દિલ્હીની એમ્સની ટીમ કરશે.
સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂનના થયું. સુશાંતના બંધ રૂમનો દરવાજો ખોલવા માટે જે ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો. તેની સાથે Zee Newsએ વાતચીત કરી અને તે જાણવાનો પ્રયત્ન કર્યો તે દિવસે શું થયું હતું.
ચાવીવાળાએ આપ્યું નિવેદન
સુશાંતનો રૂમ અંદરથી લોક હતો, તેને ખોલવા માટે એક ચાવીવાળાને બોલાવવામાં આવ્યો હતો. તે ચાવીવાળાનું કહેવું છે કે, જ્યારે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે તેને અંદર જવાની મંજરી આપવામાં આવી નહીં.
રફીક ચાવીવાળો, Zee Newsને આપેલા નિવેદનમાં કહ્યું કે, મને સિદ્ધાર્થ પિઠાનીએ 14 જૂનના બપોર લગભગ 1.05 વાગ્યે કર્યો હતો. તેણે બાંદ્રામાં એક રૂમનું તાળું ખોલવા માટે કહ્યું હતું. મેં તેને દરવાજાના લોકનો ફોટો વોટ્સએપ પર શેર કરવા કહ્યું હતું. ત્યાં સુધી મને ખબર ન હતી કે બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું ઘર છે. હું સિદ્ધાર્થ પિઠાનીને પણ ઓળખતો નથી. બાદમાં જ્યારે મેં તેને મીડિયા અહેવાલોમાં જોયો, ત્યારે હું તેને ઓળખી શક્યો.
રફીકે વધુમાં કહ્યું કે, મને લોકેશન વિશે જણાવવામાં આવ્યું. હું મારા મિત્રની સાથે ત્યાં પહોંચ્યો તો મને છઠ્ઠા માળે લઇ જવામાં આવ્યો. ત્યાં મને તાળું ખોલવા કહ્યું, મેં તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાદમાં મેં કહ્યું આ તાળું તોડવું પડશે. મને કહેવામાં આવ્યું કે, રૂમની અંદરથી કોઇ અવાજ આવે તો તું કામ બંધ કરી દેજે. તે એક કોમ્પ્યુટરાઇઝ લોક હતું. મારે તેને હથોડીથી તોડવું પડ્યું. જ્યારે મેં તાળું તોડ્યું મને 2000 હજાર રૂપિયા આપી પરત મોકલી દેવામાં આવ્યો. મને અંદર કંઈપણ દેખાવા દીધું નહીં અને અંદર જવા દેવામાં આવ્યો નહીં.
પુરાવા, જે સીબીઆઇએ મુંબઇ પોલીસ પાસેથી લીધા
સીબીઆઇએ સુશાંત કેસમાં મુંબઇ પોલીસ દ્વારા ભેગા કરવામાં આવેલા તમામ પુરાવા લઇ લેવામાં આવ્યા છે. તેમાં કેસ ડાયરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, સુશાંતની ડાયરી, લેપટોપ, મોબાઇલ ફોન, મોતના સમયે પહેરલા કપડા, ફાંસીમાં ઉપયોગ કરવામાં આવેલા લીલા રંગનું કાપડ, બેડશીટ, જ્યુસનો મગ, ખાવાની પ્લેટ, બિલ્ડિંગના સીસીટીવી, તમામ સાક્ષીના નિવેદન પણ સામેલ છે.
આગળ શું કરશે સીબીઆઇ
સીબીઆઇ મુંબઇ પોલીસના પુરાવા અને નિવેદનોને તેમના ભેગા કરેલા પુરાવા અને નિવેદનોની સરખામણી કરશે અને તેનાથી સીબીઆઇ સુશાંત સિંહના મોતની ખૂટતી કડીઓને જોડવામાં મદદ મળશે.
સીબીઆઇની ટીમ સુશાંતના પૂર્વ મેનેજર દિશા સાલિયનના કેસની પણ તપાસ કરશે. સીબીઆઇ તે જાણવાનો પ્રયત્ન કરશે કે સુશાંતના મોતનું દિશાના મોત સાથે કોઇ કનેક્શન છે તે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે