#Boycott RRR in Karnataka: રિલીઝ પહેલાં ફિલ્મ 'RRR'નો બાયકોટ કરવાની માંગ, જાણો કેમ ફેન્સ થયા નારાજ

Boycott RRR in Karnataka trends on Twitter: આરઆરઆર ફિલ્મ 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલાં ડાયરેક્ટર એસએસ રાજામૌલી માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હકીકતમાં કન્નડ ભાષામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. 

#Boycott RRR in Karnataka: રિલીઝ પહેલાં ફિલ્મ 'RRR'નો બાયકોટ કરવાની માંગ, જાણો કેમ ફેન્સ થયા નારાજ

નવી દિલ્હીઃ એસએસ રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ 'આરઆરઆર' આવનારા બે દિવસની અંદર પડદા પર આવવાની છે અને આ મેગાસ્ટાર અને મેગા બજેટ ફિલ્મથી દરેકને ઘણી આશા છે. મહત્વનું છે કે ફિલ્મનું પ્રમોશન ખુબ કરવામાં આવી રહ્યો છે અને ફિલ્મને આ વખતે નોર્થમાં ખુબ પ્રમોટ કરવામાં આવી રહી છે. હાલમાં આરઆરઆરની ટીમ દિલ્હી પહોંચી હતી, હાલ તે બનારસમાં છે. આ સાથે ફિલ્મના પ્રમોશનમાં આલિયાએ પણ ટીમનો સાથ આપ્યો છે. પરંતુ હવે ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હકીકતમાં કર્ણાટકના લોકોએ ફિલ્મ પર વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને બાયકોટ કરવાની વાત કરી રહ્યાં છે. 

કર્ણાટકમાં આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ સોશિયલ મીડિયા પર થઈ રહી છે, તે માટે અત્યાર સુધી 11 હજારથી વધુ ટ્વીટ કરવામાં આવી ચુક્યા છે. તેનું કારણ છે કે કર્ણાટકના લોકો માંગ કરી રહ્યાં છે કે આરઆરઆરને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવે. ટ્વિટર પર હેશટેગનું પૂર આવ્યું છે. કોઈએ નારાજગી વ્યક્ત કરતા આરઆરઆરને કન્નડમાં રિલીઝ કરવાની માંગ કરી છે તો કોઈ ફિલ્મની ટીમ અને કાસ્ટને તેનો જવાબ આપવાનું કહ્યું છે. 

— ನಿಂಗ್ ಯಾಕ್ ಬೇಕು? (@no_username1_) March 22, 2022

મહત્વનું છે કે આરઆરઆર કન્નડ ભાષામાં રિલીઝ થઈ રહી નથી, તેના કારણે આરઆરઆર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. ઘણા લોકો તેને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને તેને પોતાનું અપમાન સમજી રહ્યાં છે. 

— Manjunatha.B (@ManjunathaBee) March 22, 2022

એક યૂઝરે લખ્યું- અમે #RRRMovie ટેલીગ્રામમાં નથી જોતા, આ તેલુગૂ રાજ્ય નથી, આ કર્ણાટક છે. ઇજ્જત બિઝનેસથી વધુ મહત્વ રાખે છે. એક યૂઝર્સે લખ્યુ- વચન તોડી દીધું. અન્ય યૂઝર્સે લખ્યું- ‘#BoycottRRRinKarnataka @ssrajamouli, કન્નડ લોકોનું આ અપમાન છે, જો આ કન્નડ ભાષામાં રિલીઝ થશે ત્યારે અમે તેનું સ્વાગત કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news