Hansika Motwani Wedding: લગ્નની તૈયારીઓ કરી રહી છે હંસિકા, જાણીતા રાજકારણીના પુત્ર સાથે ફરશે ફેરા

હંસિકા મોટવાણી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. હવે તે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી ટૂંક સમયમાં જાણીતા રાજકારણીના પુત્ર અને બિઝનેસમેન સાથે સાત ફેરા ફરશે.

Hansika Motwani Wedding: લગ્નની તૈયારીઓ કરી રહી છે હંસિકા, જાણીતા રાજકારણીના પુત્ર સાથે ફરશે ફેરા

ચેન્નઈ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી ટૂંક સમયમાં સાત ફેરા ફરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી ટૂંક સમયમાં જાણીતા રાજકારણીના પુત્ર અને બિઝનેસમેન સાથે સાત ફેરા ફરશે. સમાચાર અનુસાર તે એક મોટો બિઝનેસમેન છે. જણાવી દઈએ કે અભિનેત્રી હેન્ડસમ હંકને લાંબા સમયથી ડેટ કરી રહી છે. સાઉથ સિનેમામાં હંસિકા મોટવાણીના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેના લગ્નને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટૂંક સમયમાં લગ્ન કરશે લગ્ન:
હંસિકા મોટવાણી સાઉથ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. હંસિકા તેલુગુથી લઈને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અભિનેત્રી હવે લગ્નના તાંતણે બંધાવાની છે. હંસિકાની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ છે. હંસિકાના લગ્નને લઈને ફેન્સમાં ઘણી એક્સાઈટમેન્ટ છે.

તમિલ સ્ટાર સિમ્બુને ડેટ કરી ચૂકી છે અભિનેત્રી:
હંસિકા મોટવાણીના લગ્નને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. જણાવી દઈએ કે હંસિકાનું નામ પહેલા અનેક સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ સિમ્બુની સાથે તેના રિલેશનના સમાચારે ઘણી ચર્ચા જગાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હંસિકા મોટવાણી તમિલ સ્ટાર સિમ્બુને ડેટ કરી ચૂકી છે.કહેવામાં આવે છે કે બંને લગ્ન કરવાના હતા. પરંતુ બંનેનો સંબંધ વધારે સમય સુધી ચાલી શક્યો નહીં. બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને બંનેના રસ્તા અલગ થઈ ગયા.

હંસિકા મોટવાણીની કારકિર્દી:
મિલ્કી બ્યુટી તરીકે ઓળખાતી હંસિકા મોટવાણી આજે સાઉથ સિનેમામાં જાણીતો ચહેરો છે.પરંતુ તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેણે સાઉથ ફિલ્મોમાં પોતાની શરૂઆત અલ્લુ અર્જુનની ફિલ્મ દેશામુદ્રુથી કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news