એ સમયે જો પિતાએ આવી શરત ના રાખી હોત તો, ના થયા હોત જયા જોડે અમિતાભના લગ્ન!

Amitabh Bachchan Marriage: જ્યા આ જોડીના લગ્ન થયા ત્યારે ખુબ અલગ જ પ્રકારનો માહોલ હતો. લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા હતા. જોકે, તેમની સાથે કોઈ જાનૈયાઓ નહોતા. કોઈ તામજામ નહોતું.  આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન! જાણો તેની પાછળનું કારણ....

એ સમયે જો પિતાએ આવી શરત ના રાખી હોત તો, ના થયા હોત જયા જોડે અમિતાભના લગ્ન!

Amitabh Bachchan Marriage: અમિતાભનું નામ તે સમયે રેખા સાથે જોડાયું. ન માત્ર નામ જોડાયું પણ બન્નેની પ્રેમકહાની જગજાહેર હતી. અચાનક એ બન્નેની લવલાઈફમાં કઈ રીતે પડી દરાર, અને કઈ રીતે અમિતાભની લાઈફમાં થઈ જયાની એન્ટ્રી એ કહાની પણ રસપ્રદ છે. જોકે, એ થી પણ રસપ્રદ છે અમિતાભ અને જયાના લગ્નની કહાની. એવું તો શું બન્યું કે અમિતાભે જયા સાથે તાત્કાલિક લગ્ન કરી લેવા પડ્યાં. એ કિસ્સો પણ જાણવા જેવો છે. અમિતાભના પિતાએ શું કહ્યું હતું એ પણ જાણવા જેવું છે.

વાત એમ હતીકે, અમિતાભ વિદેશમાં મિત્રો સાથે ફરવા જવા માંગતા હતા. ફિલ્મ હિટ થતાંની સાથે જ જવાનીના દૌરમાં રંગાયેલાં અમિતાભને વિદેશમાં જઈને સેલિબ્રેશન કરવાની ઈચ્છા હતી. એ સમયે જયા પણ તેમની સાથે વિદેશ ફરવા જવાની હતી. ત્યારે અમિતાભે પોતાના પિતા હરિવંશરાય બચ્ચન પાસે વિદેશ ફરવા જવાની પરવાનગી માંગી. પિતાએ પૂછ્યું તારી સાથે કોણ કોણ આવે છે. ત્યારે અમિતાભે કહ્યું બીજા મિત્રો છે અમે મારી કો-એક્ટર જયા પણ સાથે આવવાની છે. એ સાંભળતાની સાથે જ હરિવંશરાય બચ્ચને કહ્યું કે તારી જવું હોય તો જા પણ એક જ શરત પર. વિદેશ જતાં પહેલાં તારે જયાની સાથે લગ્ન કરવા પડશે. બસ પછી શું હતું પિતાની આ શરત અમિતાભે માનવી જ પડી અને ચાર લોકોની હાજરીમાં ખુબ સાદાઈથી અમિતાભના જયા સાથે લગ્ન થઈ ગયા.

3 જૂન 1973ના રોજ બન્ને ફિલ્મી સ્ટાર્સના લગ્ન થયા હતા. થોડા સમય પહેલાં જ અમિતાભ બચ્ચને પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી હતી. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. તે સમયે અમિતાભ અને જયાના વર્ષો જૂના ફોટોઝ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. જ્યા આ જોડીના લગ્ન થયા ત્યારે ખુબ અલગ જ પ્રકારનો માહોલ હતો. લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા હતા. જયા બચ્ચન લાલ પાનેતરમાં સજીને બેઠી હતી તો સફેદ શેરવાણીમાં અમિતાભ બચ્ચન પણ કમાલ લાગી રહ્યા હતા.

લગ્નમાં ખુબ જ લીમીટેડ લોકોની હાજરી અને જેને આપણે બોલચાલની ભાષામાં અંગળ મંગળ શંગળ કહીએ છીએ કંઈક એવી જ રીતે અમિતાભ અને જયાના લગ્ન થઈ ગયા હતાં. ઘણાંને એમ થશે કે આ અંગળ...મંગળ...શંગળ...એટલે વળી શું. તો જ્યારે લગ્નમાં કોઈ ધામધૂમ ન કરાય, ખુબ સાદગીથી કોઈ વધારે લોકોને જાણ કર્યા વિના અચાનક અને તુરંત જ લગ્ન ગોઠવી દેવામાં આવે. અને ખુબ જ ઝડપભેર સાવસાદાઈથી લગ્ન કરી લેવામાં આવે તેને અંગળ મંગળ શંગળ કહેવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news