Natu Natu Song પર રામચરન સાથે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિએ લગાવ્યા ઠુમકા! વીડિયો થયો વાયરલ

Natu Natu Song: ફિલ્મ RRRનું એમએમ કીરાવાણી દ્વારા રચિત આ ગીત નાટૂ-નાટૂ ઓસ્કારમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂક્યું છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRને ભારત સિવાય પશ્ચિમી દેશોમાં પણ ઘણી પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જુનિયર એનટીઆર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં 1250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. 

Natu Natu Song પર રામચરન સાથે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિએ લગાવ્યા ઠુમકા! વીડિયો થયો વાયરલ

Natu Natu Song: સાઉથના ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRR નું નાટુ નાટુ સોંગ દુનિયાભરમાં ફેમસ થઈ ગયું છે. હાલમાં જ આ સોંંગને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે આ સોંગ સોશ્યિલ મીડિયા પર પણ એટલું જ વાયરલ થઈ રહ્યું છે. ક્રિકેટર હોય કે બોલીવુડ સેલેબ ભલભલા આ સોંગના ડાન્સ સ્ટેપ્સ કરતા નજરે પડી ચુક્યાં છે. સોશિયિલ મીડિયા પર આવા ઢગલો વીડિયો અત્યાર સુધીમાં વાયરલ થઈ ચુક્યા છે. ત્યારે હવે દેશના એક દિગ્ગજ ઉદ્યોગપતિએ પણ ફિલ્મના હીરો રામ ચરન સાથે નાટૂ નાટૂ ડાન્સ કર્યો. અને એ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ મહિન્દ્રાના માલિક આનંદ્ર મહિન્દ્રાની. દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કન્ટેન્ટ અને વીડિયો શેર કરતા રહે છે જે વાયરલ થઈ જાય છે.
 

— anand mahindra (@anandmahindra) February 11, 2023

 

તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, રામ ચરણ તેમણે નાટૂ-નાટૂ ગીતના ડાન્સ સ્ટેપ શીખતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રામ ચરણ આનંદ મહિન્દ્રાને તેની ફિલ્મના ગીત પર ડાન્સ કરવાનું શીખવાડી રહ્યો છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રા શુક્રવારે હૈદરાબાદમાં મહિન્દ્રા જૂથની Gen3 ફોર્મ્યુલા E રેસના લોન્ચિંગ સમયે RRR એક્ટર રામ ચરણને મળ્યા હતા. તેમણે રામ ચરણની સાથે એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

— Ram Charan (@AlwaysRamCharan) February 11, 2023

 

ફિલ્મ RRRનું એમએમ કીરાવાણી દ્વારા રચિત આ ગીત નાટૂ-નાટૂ ઓસ્કારમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું છે. આ ગીત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂક્યું છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRને ભારત સિવાય પશ્ચિમી દેશોમાં પણ ઘણી પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જુનિયર એનટીઆર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં 1250 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news