Zihaal E Miskin : રોમેન્ટિક ગીતોમાં પોપ્યુલર છે આ બોલિવુડ ગીત, છતા 90 ટકા લોકો તેનો મતલબ જ નથી જાણતા
What is the meaning of Bollywood Song Zihal e miskin : જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ... ગીત તો લોકોમાં બહુ પોપ્યુલર છે... ગીતકાર ગુલઝારે લખેલા આ ગીતનો આજે મતલબ પણ જાણી લો
Trending Photos
iconic bollywood song : વર્ષ 1985 ના વર્ષમાં આવેલી ફિલ્મ ગુલામીનું એ ગીત સૌ કોઇએ સાંભળ્યું જ હશે.. જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ. ગુલઝારના શબ્દો અને લતા મંગેશકરના આ ગીતે એ જમાનામાં ધૂમ મચાવી હતી. વર્ષો બાદ તેનું રિમેક સૉન્ગ બન્યું છે, જે ઘણું પ્રચલિત બન્યું છે. હાલ લોકોના હોઠ પર આ ગીત ફરી ચઢી ગયું છે. જો કે, 90 ટકા લોકોને આ ગીતનો અર્થ ખબર જ નથી. ગુલઝારની કલમે લખાયેલું આ ગીત ભલે ફેન્સ સમજી ન શકે પરંતુ દરેકના હોઠો પર છવાયેલું છે. તો આજે અમે તમને આ ગીતના શબ્દનો અર્થ સમજાવીશું.
ગીતના શબ્દો એવા છે કે...
જિહાલ એ મિસ્કીન મકુન બરંજિશ
બેહાલ એ હિઝરા બેચારા દિલ હૈ
સુનાઇ દેતી હૈ જિસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ
આ ગીતમાં જેટલી રચનાત્મકતા છે તેટલી બીજા કોઈ ગીતમાં ભાગ્યે જ મળશે. સંગીતકારોએ પણ આ ગીતમાં ગજબની ક્રિએટિવિટી બતાવી છે. જૂના ગીતનો ક્રેઝ તો થયાવત છે, પણ નવુ રીમિક્સ પણ કાબિલેદાદ છે. ગુલામીના ગીતને લતા મંગેશકર અને શબ્બીર કુમારે સુંદરતાથી રજૂ કર્યુ હતું. ગુલઝારે તેના બોલ લખ્યા હતા. જેનો અર્થ ભાષા અને સાહિત્યના ઉમદા જાણકાર છે. તેઓ બહુ જ સારી રીતે ગીતોમાં શબ્દોને ઢાળી શકે છે. હજારો-લાખો સંગીત પ્રેમી વર્ષોથી આ ગીતનો અર્થ સમજ્યા વગર જ, તેના દિલને સ્પર્શી જાય તેવા ભાવના આધાર પર તેને અનુભવતા હતા. પરંતુ આજે તેનો અર્થ તમને જણાવીશું. સાથે જ એ કવિતા પણ જણાવીળું, જેની પંક્તિઓથી પ્રેરિત થઈને ગુલઝારે આ સુંદર ગીત લખ્યું છે.
મહાન કવિ અમીર ખુસરોની એક પ્રસિદ્ધ રચના છે, જેને ફારસી અને બૃજ ભાષામાં મળીને લખાઈ હતી. કવિતાની પંક્તિઓ કંઈક આવી છે.
by TaboolaSponsored LinksYou May Like
Life Cover of 1cr at optimum rates with iPS Plan
ICICI Pru Life Insurance Plan
Cricket Fans May Make Money While Watching Matches Now
Cricket | Search Ads
‘ज़िहाल-ए मिस्कीं मकुन तगाफ़ुल,
दुराये नैना बनाये बतियां
कि ताब-ए-हिजरां नदारम ऐ जान
न लेहो काहे लगाये छतियां’
આ સુંદર રચિના અર્થ એ છે કે, નજર ચોરીને અને વાતો બનાવીને મારી વ્યાકુળતાનો ઉપેક્ષા ન કરો. વિયોગની આગથી મારો જીવ નીકળી રહ્યો છે. તમે મને તમારી બાહુમાં કેમ જકડી નથી લેતા. ગીતકાર ગુલઝારે આ કવિતાથી પ્રેરિત થઈને ગુલામી ફિલ્મ માટે ગીત લખ્યુ હતું. જેની પંક્તિઓ આવી છે.
‘जिहाल-ए-मिस्कीं मकुन बरंजिश
बेहाल-ए-हिजरा बेचारा दिल है
सुनाई देती है जिसकी धड़कन
तुम्हारा दिल या हमारा दिल है’
ગીતની શરૂઆતની બે પંક્તિઓ 90 ટકા લોકોને સમજમાં જ નથી આવતી. તેનો અર્થ કંઈક એવો છે, મારા દિલનો વિચાર કરો, તેને નારાજગી ન બતાવો. આ બિચારા દિલે હાલમાં જ જુદાઈનું દર્દ સહન કર્યું છે. ગુલામી ફિલ્મના આ ગીતને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે તૈયાર કર્યુ હતું. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, ધર્મેન્દ્ર, અનીતા રાજ, નસીરુદ્દીન શાહ, રીના રોય અને સ્મિતા પાટીલ જેવા સ્ટાર્સે રોલ કર્યો હતો. ત્યારબાદની પંકિત છે... સુનાઇ દેતી હૈ જિસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ... આનો અર્થ તો તમને સમજાઇ જ ગયો હશે.
નવા વર્ઝનને સંગીતકાર જોડી જાવેદ અને મોહસીન દ્વારા બનાવાયું છે. તેને વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. ગુલઝાર દ્વારા લખાયેલા આ ગીત દિલને સ્પર્શી જાય છે. જૂના ગીતને નવા ક્લેવર અને ફ્લેવરમાં રજૂ કરાયું છે. નવુ ગીત પણ એટલુ જ પોપ્યુલર બન્યુ છે, જેટલુ જુનુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે