રાજસ્થાનમાં BJPએ 83 અને કોંગ્રેસે 33 ઉમેદવારો જાહેર કર્યા, જાણો ક્યાંથી ચૂંટણી લડશે દિગ્ગજ નેતાઓ

Rajasthan Vidhansabha Elections 2023 :રાજસ્થાન ચૂંટણી 2023 ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દેશમાં 5 રાજ્યોની ચૂંટણી વચ્ચે રાજસ્થાનની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. 

રાજસ્થાનમાં BJPએ 83 અને કોંગ્રેસે 33 ઉમેદવારો જાહેર કર્યા, જાણો ક્યાંથી ચૂંટણી લડશે દિગ્ગજ નેતાઓ

Rajasthan Elections 2023 : ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાની પહેલી યાદી બહાર પાડીને 33 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દેશમાં 5 રાજ્યોની ચૂંટણી વચ્ચે રાજસ્થાનની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. 

Former CM Vasundhara Raje to contest from Jhalarpatan, Satish Punia fielded from Amber; Rajendra Rathod to contest from Taranagar; Jyoti Mirdha from Nagaur pic.twitter.com/FMzjrujZ4d

— ANI (@ANI) October 21, 2023

ભાજપે પ્રથમ યાદીમાં 10 મહિલાઓ, 15 અનુસૂચિત જનજાતિ અને 10 અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી છે. પાર્ટીએ તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા જ્યોતિ મિર્ધાને પણ ટિકિટ આપી છે. મિર્ધાને નાગૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ નાથદ્વારાથી વિશ્વરાજ સિંહ મેવાડને ટિકિટ આપી છે.

CM Ashok Gehlot to contest from Sadarpura, Sachin Pilot to contest from Tonk, CP Joshi from Nathdwara, Divya Maderna from Osian, Govind Singh Dotasara from Lachhmangarh, Krishna… pic.twitter.com/gXtFsDlY9U

— ANI (@ANI) October 21, 2023

આ યાદીમાં વસુંધરા રાજેને તેમની જ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડને તારાનગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ચુરુના ધારાસભ્ય હતા. તેઓ તારાનગરથી ચૂંટણી લડી ચૂક્યા હોવા છતાં પક્ષે તેમને ફરી એકવાર તારાનગરથી નસીબ અજમાવવા મોકલ્યા છે. પાર્ટીએ ચિત્તોડગઢથી વર્તમાન ધારાસભ્ય ચંદ્રભાન સિંહની ટિકિટ રદ કરી છે અને તેમની જગ્યાએ ચિત્તોડગઢથી નરપત સિંહ રાજવીને ટિકિટ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news