Box Office Collection: 'પઠાન' સામે ફ્લોપ ગઇ 'કિસી કા ભાઇ કિસી કી જાન', પહેલા દિવસે કરી ફક્ત આટલી કમાણી!

Pathaan vs Kisi Ka Bhai Kisi Ki Jaan Box Office Collection: કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ 21 એપ્રિલ, 2023ના રોજ રીલિઝ થઈ હતી અને જ્યાં બધાને લાગ્યું હતું કે સલમાન ખાનની આ ફિલ્મ શાહરૂખ ખાનની 'પઠાણ'ને ટક્કર આપશે, પરંતુ એવું ન થયું જુઓ પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન...

Box Office Collection: 'પઠાન' સામે ફ્લોપ ગઇ 'કિસી કા ભાઇ કિસી કી જાન', પહેલા દિવસે કરી ફક્ત આટલી કમાણી!

Pathaan vs Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાન અને શાહરૂખ ખાન બોલિવૂડના બે સૌથી મોટા સ્ટાર્સ છે જેમની ફિલ્મ રિલીઝ તેમના ચાહકો માટે કોઈ ઉજવણી અથવા તહેવાર કરતાં ઓછી નથી! શાહરૂખ ખાનની 'પઠાણ' જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી, જેણે પહેલા દિવસથી જ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી  દીધા હતા! હવે, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' (KKBKKJ) ઈદના અવસર પર રિલીઝ થઈ છે પરંતુ અપેક્ષાથી વિપરીત, આ ફિલ્મ બહુ સારું પ્રદર્શન કરી શકી નથી. સલમાન ખાન, પૂજા હેગડે, શહેનાઝ ગિલ, પલક તિવારી અને રાઘવ જુયાલ સ્ટારર ફિલ્મે પહેલા દિવસે કેટલી કમાણી કરી આવો જાણીએ.

માત્ર આટલી હતી પહેલા દિવસની કમાણી!
હાલમાં, ચોક્કસ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ, સલમાન ખાનની ફિલ્મ ખૂબ સારું પ્રદર્શન કરી શકી નથી અને તેની પ્રથમ દિવસની કમાણી લગભગ 12.5 કરોડ રૂપિયા હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે એડવાન્સ બુકિંગમાં પણ સલમાન ખાનની ફિલ્મના આંકડા બહુ સારા નહોતા.. બ્રહ્માસ્ત્ર, KGF 2 અને પઠાણ આ તમામ ફિલ્મોનું એડવાન્સ બુકિંગ વધારે હતું.

ઓપનિંગ ડે કલેક્શન
જો કે ફિલ્મના આંકડાઓ તો જાણી લેવામાં આવ્યા છે, પરંતુ હવે વાત કરીએ પઠાણની સરખામણીમાં ફિલ્મ કેવી રીતે પાછળ છે તો ઓવરઓલ કલેક્શનની અત્યારે સરખામણી ન કરી શકાય પણ પહેલા દિવસના કલેક્શન સાથે સરખામણી કરીએ તો શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ'નું ઓપનિંગ ડે કલેક્શન 57 કરોડ રૂપિયા હતું, જે 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું કલેક્શન લગભગ 45 કરોડ રૂપિયા છે. 

આ ફિલ્મમાં પલક તિવારી અને શહનાઝ ગીલે પણ ડેબ્યુ કર્યું છે અને રામ ચરણનો પણ કેમિયો છે, પરંતુ આ બધું હોવા છતાં સલમાન ખાનની ફિલ્મ ચાહકો પર પોતાનો જાદુ ચલાવી શકી નથી અને લોકોએ તેને 'ફ્લોપ' ગણાવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ ફિલ્મનું કલેક્શન થોડું સારું થશે એવી આશા છે.

આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news