Malaika-Arbaaz ના પુત્ર અરહાનને કરણ જોહર કરશે લોન્ચ, આ ફિલ્મમાં નજરે પડશે

બોલીવૂડના ફેમસ ડાયરેક્ટર, ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર દર વર્ષે કોઈને કોઈ સ્ટાર કિડને લોન્ચ કરતા રહે છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો કરણ જૌહર સૈફનાં પુત્ર ઈબ્રાહિમ અલીને લોન્ચ કરવાના છે. ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ઈબ્રાહિમને અસિસ્ટેન્ટ તરીકે લોન્ચ કરશે.

Malaika-Arbaaz ના પુત્ર અરહાનને કરણ જોહર કરશે લોન્ચ, આ ફિલ્મમાં નજરે પડશે

નવી દિલ્હીઃ બોલીવૂડ સિતારાઓની નવી પેઢીઓએ ફિલ્મી જગતમાં એન્ટ્રી કરવાનું શરૂ કરી દીધુ છે. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર અને સૈફ અલી ખાનની પુત્રી સરા અલી ખાન બોલીવુડમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે. બીજીબાજુ શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ પણ ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે. તે ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મમાં નજરે પડશે. એવી રીતે ટૂંક સમયમાં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર ટૂંક સમયમાં પોતાના પિતાને એક ફિલ્મમાં અસિસ્ટ કરશે.

કરણ જોહર કરશે લોન્ચ-
બોલીવૂડના ફેમસ ડાયરેક્ટર, ફિલ્મ મેકર અને પ્રોડ્યૂસર દર વર્ષે કોઈને કોઈ સ્ટાર કિડને લોન્ચ કરતા રહે છે. વર્ષ 2023ની વાત કરવામાં આવે તો કરણ જૌહર સૈફનાં પુત્ર ઈબ્રાહિમ અલીને લોન્ચ કરવાના છે. ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ઈબ્રાહિમને અસિસ્ટેન્ટ તરીકે લોન્ચ કરશે. ત્યાં જ અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ અરબાઝ ખાને કર્યો છે.

આ ફિલ્મમાં અરહાન જોવા મળશે-
હકીકતમાં અરબાઝ ખાન ટૂંક સમયમાં વેબ સિરીઝ 'ટેન્શન'માં જોવા મળશે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં અરબાઝે પુત્રના ફિલ્મી કરિયર સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, અપકમમિંગ ફિલ્મ 'પટના શુક્લા'માં તેની સાથે અરહાન કામ કરવા જઈ રહ્યો છે. આ સિવાય તેણે કહ્યું કે અરહાન અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તેને નવા પ્રોજેક્ટમાં મદદ કરશે.

અરહાન હાલમાં અભ્યાસ કરી રહ્યો છે-
અરબાઝના પુત્ર અરહાનની વાત કરીએ તો હાલ તે અમેરિકાની લોંગ આઈલેન્ડ ફિલ્મ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. તે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરમાં છે. તમને જણાવી દઈએ કે અરહાને કરણ જોહર સાથે તેની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં લગભગ 20થી 30 દિવસ સુધી કામ કર્યું હતું. અરહાન ખાન મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો એકમાત્ર પુત્ર છે. 2017માં છૂટાછેડા પછી દંપતી અલગ થઈ ગયું હતું, પરંતુ હજુ પણ બંને પુત્રને લઈને ઘણીવાર એકસાથે જોવા મળે છે.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news