વિધાનસભાની વાતઃ કેમ ભાજપનો ગઢ ગણાય છે ઈડર? જાણો આ વખતે શું છે રાજકીય સમીકરણો

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. આ સીટ પરથી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ 5 વખત સળંગ જીત મેળવી હતી. રમણલાલ વોરા સતત 5 વખત આ બેઠક પરથી જીત્યા હતા. હાલમાં સ્વર્ગસ્થ અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે.

વિધાનસભાની વાતઃ કેમ ભાજપનો ગઢ ગણાય છે ઈડર? જાણો આ વખતે શું છે રાજકીય સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પાર્ટીઓએ ધુઆંધાર તૈયારીઓ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ચૂંટણી જંગ વધારે રસપ્રદ બની ગયો છે. તેની વચ્ચે આપણે વાત કરીશું સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠકની. અહીંયા હાલમાં ભાજપનું શાસન છે. છેલ્લી 6 ટર્મથી અહીયા ભાજપના ઉમેદવારની જીત થઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ પોતાની સંપૂર્ણ તાકાતથી બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ઈડરિયા ગઢ પર કબજો જમાવવાનો પ્રયાસ કરે છે.

ઈડર બેઠક:
સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. આ સીટ પરથી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ 5 વખત સળંગ જીત મેળવી હતી. રમણલાલ વોરા સતત 5 વખત આ બેઠક પરથી જીત્યા હતા. હાલમાં સ્વર્ગસ્થ અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે.

2017નું પરિણામ:
2017ની ચૂંટણીમાં હિતુ કનોડિયાએ કોંગ્રેસના મણિભાઈ વાઘેલાને હરાવ્યા હતા. આ સીટ પર 1995થી ભાજપનું શાસન છે. એટલે કે ઈડરિયો ગઢ ભાજપનો ગઢ છે. આ સીટને જીતવા માટે કોંગ્રેસે આકરી મહેનત કરવી પડશે.

ઈડર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર           પક્ષ
1962  ગોવિંદભાઈ ભાંભી        કોંગ્રેસ
1967  મનાભાઈ ભાંભી        સ્વતંત્ર
1972  મનાભાઈ ભાંભી        કોંગ્રેસ
1975  કરસનદાસ સોનેરી       NCO
1980  એલ ડી પરમાર             કોંગ્રેસ
1985  કરસનદાસ સોનેરી      JNP
1990  કરસનદાસ સોનેરી      જનતા દળ
1995  રમણલાલ વોરા             ભાજપ
1998  રમણલાલ વોરા             ભાજપ
2002  રમણલાલ વોરા             ભાજપ
2007  રમણલાલ વોરા             ભાજપ
2012  રમણલાલ વોરા             ભાજપ
2017  હિતુ કનોડિયા          ભાજપ

ઈડર બેઠકની સમસ્યા:
ઈડર વિધાનસભા વિસ્તારના અનેક ગામડામાં હજુ સુધી પૂરતો વિકાસ થયો નથી. અહીંયા પશ્વિમી વિસ્તારમાં હજુ પણ પાણીની સમસ્યા જેમની તેમ જ  છે. અહીંયા પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી હંમેશાની સમસ્યા રહી છે. જનતાનું કહેવું છે કે ક્ષેત્રના ધારાસભ્ય હિતુ કનોડિયા લોકોને મળતા પણ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news