મોગેમ્બો ના હોત તો મિસ્ટર ઈન્ડિયા પણ ના હોત...રૂપેરી પડદા પર આ કલાકારથી મોટો કોઈ વિલન નથી

અમરિષ પુરીનો જન્મ આજની તારીખ એટલે કે 22 જૂન 1932માં નવાનશહેર, પંજાબમાં થયો હતો...  2 ભાઈ ચમન પુરી અને મદન પુરી બંને પહેલાંથી જ એક્ટર હતા... બોલીવૂડમાં કામ કરતા હતા... મદન પુરીતો નામચીન ખલનાયક હતા... તો પછી અમરિષ પુરીએ પણ વિચાર્યું ચાલો હું પણ મુંબઈ પોતાની કિસ્મત ચમકાવું...

મોગેમ્બો ના હોત તો મિસ્ટર ઈન્ડિયા પણ ના હોત...રૂપેરી પડદા પર આ કલાકારથી મોટો કોઈ વિલન નથી

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોગેંબો ખુશ હુંઆ...જો મિસ્ટર ઈન્ડિયાનો સામનો મોગેંબો સાથે થયો જ ના હોત...તો કદાચ મિસ્ટર ઈન્ડિયા આટલો ફેમસ ન થયો હોત. સની દેઓલોનો ઢાઈ કિલોનો હાથ... જેની ચર્ચા આજ દિવસ સુધી થાય છે... જો કદાચ આ ઢાઈ કિલોના હાથ સામે અમરિષ પુરી ના હોત તો તેની આટલી ચર્ચા ન થઈ હોત... અને આજે અમરિષ પુરી સાહેબને અમે એટલે યાદ કરી રહ્યા છે કેમ કે આજે તેમનો છે જન્મદિવસ...

મોગેંબો કેવી રીતે આવ્યા મુંબઈ?
અમરિષ પુરીનો જન્મ આજની તારીખ એટલે કે 22 જૂન 1932માં નવાનશહેર, પંજાબમાં થયો હતો...  2 ભાઈ ચમન પુરી અને મદન પુરી બંને પહેલાંથી જ એક્ટર હતા... બોલીવૂડમાં કામ કરતા હતા... મદન પુરીતો નામચીન ખલનાયક હતા... તો પછી અમરિષ પુરીએ પણ વિચાર્યું ચાલો હું પણ મુંબઈ પોતાની કિસ્મત ચમકાવું... બંને ભાઈ તો ત્યાં પહેલાથી જ છે... જોવાઈ જશે કોઈ કામ મળે તો... હિરો બનવા માગતા હતા અમરિષ પુરી... આવી ગયા મુંબઈ... સ્ક્રિન ટેસ્ટ આપ્યો... ફેલ થયા... અને તેમને કહેવામાં આવ્યું કે, ભાઈ તમારો ચહેરો એવો નથી કે તમને હિરો બનાવવામાં આવે... 

હિરો અમરિષનો ફ્લોપ શૉ!
મુબંઈ જેવા મોંઘા શહેરમાં પહોંચ્યા બાદ હિરો બનવાનું સપનું તો રોડાઈ ગયું.... એટલે અમરિષ પુરીએ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ શરૂ કર્યું.... વિચારો હમણા જેમ તમને ફોન આવે ઈન્સ્યોરન્સ એજન્ટસ્ના... તેવી જ રીતે પુરી સાહેબ પણ મુબંઈમાં ફરી ફરીને લોકોને ઈન્સ્યોરન્સ વેચતા હતા.... પણ પુરી સાહેબનો એક્ટિંગનો કિડો એવો કે તેમણે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું.... આ વખતે તેમણે સત્યદેવ દૂબે.... જે રંગમંચના ખુબ મોટા કલાકાર હતા... તેમના તે આસિસ્ટન્ટ તરીકે કામ કરવા લગ્યા... અને પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પણ તેમણે સત્યદેવ દૂબેને પોતાના ગુરુ ગણાવ્યા છે... તે સ્ટેજ પર કામ કરી રહ્યા હતા... પણ સિલ્વર સ્ક્રિનનો રસ્તો હજુ દૂર હતો... 21 વર્ષ સુધી અમરિષ પુરીએ સરકારી નૌકરી કરી.... રંગમંચ પર પણ તેમણે પોતાની ધાક એવી જમાવી કે તેમને સંગિત નાટક એકેડમી એવોર્ડ મળ્યો... અને ધીમે-ધીમે તેમને ટેલીવિઝન એડ્સ મળવા લાગી....

40 વર્ષની ઉંમરે મળ્યો પ્રથમ બ્રેક:
અમરિષ પુરી અત્યારસુધી તો થિયેટરમાં જ એક્ટિંગ કરતા હતા.... તેમના એક નાટક દરમિયાન ડાયરેક્ટર સુનિલ દત્તની નજર તેમના પર પડી... અને તેમને ફિલ્મ રેશમા અને શેરા માટે સાઈન કરવામાં આવ્યા... આ અમરિષ પુરીની બોલીવૂડમાં ઓફિસિયલ એન્ટ્રી હતી... અમરિષ પુરી પોતાની એક્ટિંગ માટે જ નહીં પણ પોતાના ભારે ભરખમ અવાજ માટે પણ જાણીતા હતા... આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે અમરિષ પુરી પોતાના અવાજને ભારે રાખવા માટે 3થી 4 કલાક વોકલ પ્રેક્ટિસ કરતા હતા... 

એવો વિલન જેનાથી ડરને પણ ડર લાગતો:
એક હિરોની પણ હિરોગીરી ત્યારે જ સામે આવે જ્યારે તેની સામે મજબૂત વિલન હોય... જો મોંગેબો આટલો તાકતવર ના હોત તો ક્ષણભરમાં ગાયબ થઈ જતા મિસ્ટર ઈન્ડિયા આટલો ફેમસ ના થયો હોત... મોગેંબો માટેનો પહેલો રોલ અનુપમ ખેરનો ઓફર થયો હતો... લૂક વાઈઝ તો અનુપમ ખેર ફિટ હતા... પણ તે ડર પેદા કરી ન શક્યા.... જે અમરિષ પુરી કરી શકતા હતા... જે મોગેંબો માટે જરૂરી હતો... અમરિષ પુરીએ જ્યારે આ રોલ માટે ઓડિશન આપ્યું ત્યારે તે સિલેક્ટ થયા હતા... હોલીવૂડના સ્ટાર ડાયરેક્ટકર સ્ટિવન સ્પિલબર્ગ જેમની સાથે કામ કરવા માટે એક્ટર્સ લાઈન લગાવે છે... તે સ્પિલબર્ગ લાઈનમાં હતા અમરિષ પુરી માટે.... સ્ટિવનએ અમરિષ પુરીને ઈન્ડિયાના જોન્સ અને ટેમ્પલ ઓફ ડૂમમાં વિલનના કેરેક્ટર માટેની ઓફર કરી હતી... મોલા રામ... નામનું કેરેક્ટર હતું... સ્ટિવને અમરિષ પુરીને ઓડિશન માટે અમેરિકા બોલાવ્યા હતા... પણ અમરિષ પુરીએ કહ્યું હતું કે, તમારે મને સાઈન કરવો છે... ઈન્ડિયા આવીને ઓડિશન લઈ લો... તમે માનશો નહીં સ્ટિવન સ્પિલબર્ગ ઈન્ડિયા આવ્યા હતા... અને અમરિષ પુરીનું ઓડિશન લીધું હતું... અને તે ફિલ્મમાં તેમનો જે રોલ હતો... તે એવો હતો કે ડરને પણ તેમનાથી ડર લાગે...

બદલી વિલનની પરિભાષા:
1971માં એક ફિલ્મ આવી હતી શોલે... અને તે ફિલ્મનો વિલન ગબ્બર સિંહ ખૂબ ફેમસ થયો હતો... તેના 12 વર્ષ બાદ આવી મિસ્ટર ઈન્ડિયા... અને તે ફિલ્મના વિલન મોગેંબોએ વિલનની પરિભાષા જ બદલી નાખ હતી... તે સમયે ઘણીવાર તે હિરોની સામે જ ભારી પડી જતા... લાગતું કે હિરો કેવી રીતે આમનો સામનો કરશે... આ જ પુરી સાહેબનો કમાલ હતો કે હિરો પણ તેમની સામે ફિક્કા લાગતા... 

કેરેક્ટર રોલના માસ્ટર અમરિષ પુરી:
દિલવાલે દુલહનિયા લે જાયેંગે... આ મૂવી દરેક વ્યક્તિને યાદ હશે... જા સિમરન... જા જીલે અપની ઝિંદગી... જો આ ડાયલોગ બોલનારા સિમરનના બાવુજી ના હોત તો રાજ અને સિમરનની સદાબહાર લવ સ્ટોરી છે... તેમાં આટલો ઈમપેક્ટ ના આવ્યો હોત... ઘાતકમાં કાશી એટલે કે સન્ની દેઓલના પિતા શંભૂનાથનો રોલ જો તેમણે ના કર્યો હોત... તો ફિલ્મ આટલી ઘાતક ના લાગી હોત... તેમના શંભુનાથના લાચાર પિતાના રોલને જોઈને તમને લાગશે જ નહીં કે આ બોલીવૂડના ખૂંખાર વિલન છે... અમરિષ પુરીએ વિલનનો રોલ કર્યો તો પણ તે જોરદાર હતો... અને કેરેક્ટર રોલ પ્લે કર્યો તો તેની વાત જ કઈ અલગ હતી... 

સિદ્ધાંતવાદી અમરિષ પુરી:
વિઓઃ અમરિષ પુરી સૌથી મોંઘા વિલન હતા... તે એક ફિલ્મના એક કરોડ રૂપિયા સુધી ચાર્જ કરતા હતા... એક વખત તેમણે રમેશ સિપ્પીની એક ફિલ્મ સાઈન કરી હતી... જે ફિલ્મ અટકી પડી હતી... અને તે ફિલ્મ 2-3 વર્ષ બાદ શરૂ થઈ હતી... તે સમયે પુરી સાહેબે રમેશ સિપ્પીને કહ્યું હતું કે, મારી ફિ તો વધી ગઈ છે... તો હવે એ પ્રમાણે પેમેન્ટ આપજો... સિપ્પીએ ના પાડી અને પછી શું અમરિષ પુરીએ ફિલ્મ છોડી દિધી. પુરી સાહેબ ભલે બહુ મોટા ખલનાયક હતા... પણ તેઓ સિદ્ધાંતોના પાક્કા હતા... ના તો સિગરેટ પીતા... ના દારૂ પીતા... એકદમ સાદુ જીવન જીવતા હતા... 12 જાન્યુઆરી 2005ના રોજ બ્રેન હેમરેજના કારણે તેમનું નિધન થયું અને બોલીવૂડે ગુમાવ્યો એવો સિતારો જેની કમી કોઈ પુરી કરી શકે તેમ નથી... ભલે અમરિષ પુરી આજે આપણી વચ્ચે નથી... પણ ક્યારેક જનરલ ડોંગ, તો ક્યારેક બલવંત રાય... ક્યારેક શંભુનાથ... ક્યારેક બાવુજી... તો ક્યારેક અશરફ અલીના રોલથી આપણી સાથે વર્ષો સુધી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news