Happy Birthday Huma Qureshi: એક જાહેરાતે બદલી હતી હુમા કુરૈશીની કિસ્મત, વિવાદો સાથે છે જૂનો નાતો...

બોલીવુડની ઉમદા અદાકાર હુમા કુરૈશીનો આજે જન્મદિવસ છે. ત્યારે વાત કરીશું તેની ફિલ્મ સફર અને તેની લાઈફ સાથે જોડાયેલા ખાસ કિસ્સાઓની.

Happy Birthday Huma Qureshi: એક જાહેરાતે બદલી હતી હુમા કુરૈશીની કિસ્મત, વિવાદો સાથે છે જૂનો નાતો...

પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાથી હુમા કુરૈશીનો આજે જન્મદિવસ છે. બોલીવુડ સાથે સાઉથની ફિલ્મોમાં કામ કરીને હુમા કુરૈશીએ લોકોના દિલ જીત્યા છે. ઉમદા અભિનયના કારણે હુમાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હુમાના જન્મદિવસના મોકા પર જાણીશું તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

હુમા કુરૈશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્લીમાં થયો હતો. તેના પિતા રેસ્ટોરન્ટની ચેઈન ધરાવે છે. હુમાએ દિલ્લી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજથી ઈતિહાસનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તે દિલ્લીના થિયેટર ગ્રુપ સાથે પણ જોડાઈ. ફિલ્મોમાં આવતા પહેલા હુમાએ અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું.

Favouritism exists in Bollywood, says Huma Qureshi | बॉलीवुड में होता है  पक्षपात : हुमा कुरैशी | Hindi News, बॉलीवुड

હુમાને બોલીવુડમાં ઓળખ મળી તેની ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુરથી. પરંતુ હુમાને આ ફિલ્મ કેવી રીતે મળી તેનો કિસ્સો પણ રસપ્રદ છે. હુમાને સેમસંગની જાહેરાત દરમિયાન જાણીતા નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્પયે જોઈ. અને અનુરાગ કશ્પયે તેને પોતાની આગામી ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુર ઑફર કરી. આ ફિલ્મે તેને ખૂબ જ સફળતા અપાવી.

ગેંગ્સ ઑફ વાસેપુર બાદ હુમા ડી-ડે, ડેઢ ઈશ્કિયા, જોલી એલએલબી-2 જેવી શાનદાર ફિલ્મોમાં જોવા મળી. આ સિવાય તે વેબ સીરિઝ લૈલા પણ કરી ચુકી છે. હુમાને તેના સારા અભિયન બદલ અનેક પુરસ્કારો પણ મળી ચુક્યાછે.

Huma Qureshi की ताज़ा खबरे हिन्दी में | ब्रेकिंग और लेटेस्ट न्यूज़ in Hindi  - Zee News Hindi

તાજેતરમાં હુમા કુરૈશી આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુભાઈ કાઠિયાવાડીમાં કેમિયો રોલમાં જોવા મળી હતી. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. સાથે જ હુમા હવે જાણીતા કુકિંગ એક્સપર્ટ તરલા દલાલની બાયોપિકમાં પણ નજર આવશે. તો તેની વેબ સીરિઝ મહારાની 2 પણ રીલિઝ થા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news