આલિયાથી લઈ કેટરિના આ 8 અભિનેત્રીઓની વર્ષ 2022માં રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો!

વર્ષ 2021માં દિવાળી પર રિલીઝ થનાર અક્ષય કુમાર-કેટરીના કૈફ સ્ટારર સૂર્યવંશી વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે 2022માં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. ગંગુબાઈ કાઠિયાવાડી, ફોનભૂત અને બીજી ઘણી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ શરૂ થવાનું છે. ચાલો અહીં જાણીએ કે આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, જ્હાનવી કપૂર, કિયારા અડવાણી, કૃતિ સેનન, તાપસી પન્નુની કઈ ફિલ્મો રિલીઝ થવાની છે.

આલિયાથી લઈ કેટરિના આ 8 અભિનેત્રીઓની વર્ષ 2022માં રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો!

નવી દિલ્લીઃ નવું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. છેલ્લા બે વર્ષ દરેક માટે મુશ્કેલ રહ્યા છે. કોવિડ-19ને કારણે મનોરંજન ઉદ્યોગને કોરોના મહામારીના કારણે ફટકો પડ્યો હતો. સિનેમાઘરો બંધ રહ્યા હતા, શુટિંગ બંધ થઈ ગયા હતા. જોકે, બીજી લહેર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થોડી રાહત મળી છે. ફરી એકવાર થિયેટર ખુલી ગયા છે તો શુટિંગ પણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શરૂ થયા છે. ગયા વર્ષે, જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ અભિનીત રૂહી માર્ચ મહિનામાં થિયેટરોમાં આવી હતી. પરંતુ બીજી લહેરના કારણે ફરીથી સિનેમાઘરોને બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ કેટલાક મહિનાઓ બાદ અક્ષયકુમાર-વાણીકપૂર સ્ટારર બેલબોટમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેને બોક્સઓફિસ પર આવકારદાયક પ્રદર્શન કર્યું હતું.

વર્ષ 2021માં દિવાળી પર રિલીઝ થનાર અક્ષય કુમાર-કેટરીના કૈફ સ્ટારર સૂર્યવંશી વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે 2022માં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. ગંગુબાઈ કાઠિયાવાડી, ફોનભૂત અને બીજી ઘણી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ શરૂ થવાનું છે. ચાલો અહીં જાણીએ કે આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, જ્હાનવી કપૂર, કિયારા અડવાણી, કૃતિ સેનન, તાપસી પન્નુની કઈ ફિલ્મો રિલીઝ થવાની છે.

1. દીપિકા પાદુકોણ-
દીપિકા પાદુકોણની સૌથી પહેલા ગેહરાઈયા રિલીઝ થવાની છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સાથે ફાઈટર, પઠાણ અને ઈન્ટર્નમાં પણ દીપિકા જોવા મળશે.

2. કેટરિના કૈફ-
વર્ષ 2021માં સૂર્યવંશી ફિલ્મથી ધમાકેદાર કમબેક કરનાર કેટરિના કૈફ ફોનભૂતમાં જોવા મળશે. ફોનભૂત 15 જુલાઈએ રિલીઝ થવાની છે. ત્યારબાદ મૈરી ક્રિસમસમાં જોવા મળશે જે 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. કેટરિના કૈફ જી લે જરામાં પણ જોવા મળવાની છે.

3. આલિયા ભટ્ટ-
વર્ષ 2022 આલિયા ભટ્ટના નામે રહેશે તેમ પણ કહી શકીએ છીએ...આલિયા ભટ્ટની બિગ બજેટ ફિલ્મ RRR આ મહિનાની 7મી જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે. ત્યારબાદ આલિયાની વધુ એક બિગ બજેટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 18 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ સાથે રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની અને જી લે જરામાં આલિયા જોવા મળશે. વર્ષના અંતે રણબીર કપૂર સાથેની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ શકે છે.

4. જ્હાનવી કપૂર-
જ્હાનવી કપૂર પાસે 4 ફિલ્મો છે જેમાંથી માત્ર એક ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ છે. મિસ્ટર એન્ડ મિસેજ માહી 7 ઓકટોબરે રિલીઝ થશે. આ સાથે મિલી, ગુડલક જેરી અને દોસ્તાના 2માં જ્હાનવી કપૂર જોવા મળશે.

5. ક્રિતી સેનન-
બોલિવૂડમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલ ક્રિતી સેનન પાસે પાંચ ફિલ્મો છે.  સૌથી પહેલા ક્રિતી સેનનની બચ્ચન પાંડે ફિલ્મ 4 માર્ચે રિલીઝ થશે. આદિપુરૂષ 11 ઓગસ્ટે, શેહજાદા 4 નવેમ્બરે, ભેડિયા 25 નવેમ્બરે તો ગણપત 23 ડિેસેમ્બરે રિલીઝ થશે... વર્ષ 2022માં ક્રિતી સેનનનો પણ દબદબો રહેશે.

6. તાપસી પન્નૂ-
તાપસી પન્નૂની શાબાશ મિઠ્ઠુ ફિલ્મ સાથે તૈયાર છે. આ સાથે તે લૂપ લપેટા અને દોબારામાં પણ જોવા મળશે.

7. કિઆરા અડવાણી-
વર્ષ 2022માં કિઆરા અડવાણીનો પણ જલવો જોવા મળશે. 10 જૂને ગોવિંદ મેરા નામ ફિલ્મ રિલીઝ થશે.  24 જૂને જુગ જુગ જીયો ફિલ્મ રિલીઝ થશે. કાર્તિક અડવાણી સાથેની ભૂલ ભૂલૈયા 2માં કિઆરા જોવા મળશે. આ સાથે સત્યનારાયણની કથામાં પણ કિઆરા જોવા મળશે.

8.કંગના રનૌત-
વર્ષ 2021માં જો કોઈ અભિનેત્રી ચર્ચામાં રહી હોય તો તે છે કંગના રનૌત... કંગના નવા વર્ષમાં ધાકડ, તેજસ અને સીતામાં જોવા મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news